અમદાવાદઃ
જુહાપુરામાં મોડી રાત્રે સોનલ સીનેમા પાસે બે જુથો વચ્ચેની તકરારમાં ફાયરીંગ થયું હોવાની અફવાથી ટોળાઓ ઉમટી પડયા હતા.
રાત્રે ૧૦ના સુમારે જુની અદાવતમાં બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. બંને જુથો આમનેસામને આવી જતા મારામારી થઇ હતી. કોઇ જુની અદાવતને ધ્યાનમાં રાખી બે જુથના લોકો બાખડયા હોવાનું લોકોનું કહેવું છે. બંને જુથો માથામારે અને નામચીન લોકોના હોવાથી મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. એવી અફવા પણ ફેલાઇ હતી કે બંને પક્ષે અફડાતફડી વચ્ચે ફાયરીંગ કરાયું છે. જો કે આ બાબતને વેજલપુર પોલીસે નકારી કાઢી હતી.