Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 10:12:53 AM IST
 

હરણી તળાવમાં કૃત્રિમ ધોધ સાથે બોટિંગની મજા પણ માણી શકાશે

Apr 02, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 668
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૧

ગંદકીથી ખદબદતા હરણી તળાવના અત્યાધુનિકરણ કરવાની કોર્પોરેશને મક્કમ વિચારણા કરી લીધી છે. તળાવ અને તેની આસપાસની ૨૧ એકરની પડતર ખુલ્લી જમીનમાં શહેરીજનોને આનંદ-પ્રમોદ અને મનોરંજન માટે સુવિધાઓ વિકસાવવાનું ગણિત મંડાઈ રહ્યું છે. તળાવ સંકુલમાં કૃત્રિમ ધોધ ઉભો કરવાની સાથે બોટિંગ અને ટોય ટ્રેન દોડાવવાનું આયોજન છે. આ ઉપરાંત લેઝર શો, ટૂન પાર્ક, એડવેન્ટર પાર્ક, જોગ્ગ ટ્રેકની સાથે એક્વેરીયમ પણ બનાવાશે. એટલુ જ નહીં, ત્યાં ઈકો સિસ્ટમ થીમ આધારિત ગાર્ડન અને પર્યાવરણ આધારિત ફિલ્મ શો શહેરીજનોને નિહાળવા મળશે. જ્યારે સુરક્ષાના ભાગરૂપે ત્યાં સીસીટીવી કેમેરા પણ મૂકવાની પાકા પાયે વિચારણા ચાલી રહી છે. ઉપરોક્ત તમામ સૂચિત વિકાસ પાછળ રૂ.૧૦ કરોડનો ખર્ચનો અંદાજ છે. આ સંદર્ભે સ્થાયી સમિતિમાં મૂકાયેલી દરખાસ્તને સર્વાનુમતે મંજૂરીની મહોર લગાવાઈ છે.

હરણી તળાવમાં અત્યારે જંગલી વેલા ઉગી નીકળેલા છે. તેમજ તળાવમાં ગંદકી ઠલવાતી હોવાથી તળાવ પ્રદૂષિત થઈ ગયું છે. એટલુ જ નહીં, તળાવ અને તેની આસપાસમાં ૨૧ એકર જમીન છે. હરણી તળાવના આધુનિકરણ કરવાના ભાગરૂપે સ્થાયી સમિતિમાં એક દરખાસ્ત મૂકાઈ છે. જેમાં સૂચિત વિકાસમાં તળાવની સફાઈ અને જલજીવનનો વિકાસ કરવાની નોંધ લેવાઈ છે.

  • લેસર શો, ટુન પાર્ક, એડવેન્ચર પાર્ક, જોગ્ગ ટ્રેક અને એક્વેરીયમ ઉભું કરાશે
  • ઈકો સિસ્ટમ થીમ આધારિત ગાર્ડન અને પર્યાવરણ આધારિત ફિલ્મ શો નિહાળવા મળશે

એટલંુ જ નહીં, ત્યાં ફૂવારા અને કૃત્રિમ ધોધથી તળાવનું સુશોભન વધારવાનો દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો છે. તે સિવાય આબાલવૃધ્ધ સૌના મનોરંજન માટે ત્યાં બોટિંગ, ટોયટ્રેન, લેઝર શો, ટુન પાર્ક, એડવેન્ચર પાર્ક, જોગ્ગ ટ્રેક અને એક્વેરીયમની સુવિધા ઊભી કરાશે. પર્યાવરણના અને વાઈલ્ડ લાઈફના મુદ્દાઓની સમજૂતી આપતા ફિલ્મ શોને પણ શહેરીજનો અહીં નિહાળી શકે તે રીતે આયોજન કરાશે. તો ખાણી-પીણી માટે ફૂડ કોર્ટ પણ બનાવાશે.

સમગ્ર સૂચિત વિકાસ પાછળ રૂ.૧૦ કરોડનો ખર્ચનો અંદાજ છે. વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટમાં શહેરના ૨૦ તળાવોના વિકાસ માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ કરાઈ છે. તેમાં હરણી તળાવનો પણ સમાવેશ થાય છે. હરણી તળાવ પાછળ પણ પ્રથમ તબક્કામાં રૂ.૫૦ લાખનો ખર્ચ કરાશે. તે સિવાયના રૂ.૯.૫૦ કરોડનો ખર્ચ ભવિષ્યમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનારી ગ્રાન્ટમાંથી ખર્ચ પાડવામાં આવશે. સ્થાયી સમિતિમાં મૂકાયેલી ઉપરોક્ત સૂચિત વિકાસલક્ષી દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી અપાઈ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com