Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 11:11:34 AM IST
 

અમેરિકાએ સીરિયાને 1.22 કરોડ ડોલરની મદદ કરી

Apr 02, 2012 World
 
Tags:   Syria Syria's Deputy Oil Minister Abdo Hussameddin Syrian National Council Burhan Ghalioun U.N. Envoy Kofi Annan UN Kofi Annan Crisis In Syria comment     E-Mail     Print    
 
Viewed: 734
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

બેરૂત 2, એપ્રિલ

અમેરિકી સરકાર દ્રારા રવિવારે સીરિયાને 1.22 કરોડની માનવીય સહાયતા માટેની ઘોષણા કરવામાં આવી છે. તે દરમિયાન તુર્કીનાં ઈસ્તંબુલમાં 'ફ્રેન્ડ્સ ઓફ સીરિયા' ની બીજી બેઠક પણ મળી છે.

અમેરિકા વિદેશ મંત્રાલય દ્રારા જાહેર કરાયેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, સીરિયાને માનવીય સહાયતા આપવામાં આવશે, જેમાં સીરિયાનાં વિસ્થાપિતો માટે મેડીકલ સેવા અને અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેના માટે અમેરિકી સરકાર દ્રારા સીરિયાને લગભગ 2.5 કરોડ ડોલરની સહાય કરવામાં આવશે.

માર્ચ મહિનામાં અમેરિકા દ્રારા સીરિયામાં હિંસાનો ભોગ બનેલાં નાગરિકો માટે 1.22 કરોડની મદદ કરવામાં આવી હતી. વિશ્વ ખાદ્ય કાર્યક્રમ, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી અને રેડક્રોસ આંતરરાષ્ટ્રીય સમિતિ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ સીરિયાની જનતાની મદદ કરી રહ્યાં છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અંતર્ગત સીરિયામાં એક વર્ષથી ચાલી રહેલી હિંસાનાં પરિણામ સ્વરૂપે લગભગ 14 લાખ લોકોને ખાદ્યની અછત પડવા લાગી હતી.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com