નવી દિલ્હી 2, એપ્રિલ
વધુ વ્યાપારિક ઋણ અને ટૂંકાગાળાનાં બિઝનેસ ઋણને પગલે ડિસેમ્બર 2011 સુધી ભારતનું વિદેશી ઋણ 9.4 ટકા વધીને 334.9 અરબ ડોલર પર પહોંચી ગયું છે. જે ગયા વર્ષે 306.1 અરબ ડોલર હતું.
નાણાં મંત્રાલય દ્રારા જાહેર કરાયેલાં આંકડા પ્રમાણે ડિસેમ્બર 2011નાં અંત સુધીમાં ભારતનું કુલ વિદેશી દેવું 9.4 ટકા એટલે કે 28.8 અરબ ડોલર વધીને 334.9 અરબ ડોલર પર પહોંચી ગયું હતું, જે માર્ચ 2011માં 306.1 અરબ ડોલર હતું.