લોસ એન્જેલસ 2, એપ્રિલ
સ્વર્ગસ્થ હોલિવૂડની ગાયિકા વ્હિટની હ્યૂસ્ટનની યાદગાર વસ્તુઓની 80,000 ડોલરની રકમમાં હરાજ બોલાવવામાં આવી હતી. હરાજીમાં હ્યૂસ્ટનની કાનની બુટ્ટીઓ, તેનાં ડ્રેસિસ અને અન્ય ઘણી વસ્તુઓ સામેલ કરવામાં આવી હતી.
સુપરસ્ટાર ગાયિકાનો એક ડ્રેસ 18,750 ડોલરમાં વેચાયો હતો જ્યારે તેની સુપરહિટ ફિલ્મ 'ધ બોડીગાર્ડ' માં હ્યૂસ્ટને પહેરેલી કાનની બુટ્ટી 1,812 ડોલરમાં વહેંચાઈ હતી. આ ઉપરાંત તેનાં અન્ય ડ્રેસિસ 3,437 ડોલરમાં વેચવામાં આવ્યાં હતાં. બેવર્લી હિલ્સમાં હ્યૂસ્ટનની વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી.