Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 06:37:56 PM IST
 

મ્યાનમાર: સૂ કીને આશા, નવા યુગની થશે શરૂઆત

Apr 02, 2012 World
 
Tags:   Burma elections Aung San Suu Kyi Nobel prize Burma Myanmar comment     E-Mail     Print    
 
Viewed: 1002
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

યંગૂન 02, એપ્રિલ

મ્યાનમારમાં થયેલા ઐતિહાસિક ઉપચૂંટણીમાં જીતનો દાવો કરતા આંગ સાન સૂએ સોમવારે કહ્યું કે તેઓને આશા છે કે તેઓ લાંબા સમયથી દમન ઝેલી રહેલા દેશમાં નવા યુગની શરૂઆત થશે.

સૂ કીએ આજે પાર્ટી મુખ્યાલયની બહાર જમા હજારો ઉત્સાહી સમર્થકોને સંબોધિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તેમની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ એક દિવસ પહેલા જ ઘોષણા કરી હતી કે તેઓ સંસદ માટે પસંદગી પામ્યા છે. સૂ કીએ જણાવ્યું કે અમને જે સફળતા મળી છે તે લોકોની સફળતા છે. આ મારી જીત છે કે તે લોકોની છે જેઓએ દેશની રાજકીય પ્રક્રિયામાં સામેલ હોવાનો નિર્ણય કર્યો છે.

તેઓએ ખુશી વ્યક્ત કરી રહેલા સમર્થકોને કહ્યું કે અમને આશા છે કે આનાથી નવા યુગની શરૂઆત થશે. સમર્થકો તેમની જીતની ખબરથી ઘણાં ઉત્સાહિત હતા અને વિજયનું પ્રતિક ચિન્હ દર્શાવી રહ્યા હતા.
   
આ ચૂંટણીથી પહેલીવાર ભૂતપૂર્વ રાજનીતિ કેદીને સાર્વજનિક પદ પર નિયુક્ત થવાનો રસ્તો સરળ બનશે અને તે મ્યાનમારની સંસદમાં એક નાના જૂથનું નેતૃત્વ કરી શકશે. સંસદમાં આજે પણ સેનાનું પ્રભૂત્વ છે.
   
અધિકારીક રીતે પરિણામોની ઘોષણા એક અઠવાડિયામાં થશે. જો પાર્ટીની ઘોષણાની પુષ્ટી થાય છે તો તે સૈન્ય શાસનના પ્રભાવથી બહાર આવી રહેલા મ્યાનમાર માટે માઇલ સ્ટોન સાબિત થશે.
   
ભૂતપૂર્વ સૈન્ય શાસને લાંબા સમયથી લોકતંત્રના સમર્થનમાં આંદોલન કરી રહેલી સૂ કીને બે દશકથી વધારે સમય સુધી નજરકેદ રાખ્યા હતા. અંતે તેઓને 2010માં મુક્ત કરવામાં આવ્યા હતા.

રવિવારે થયેલી ઉપચૂંટણીમાં સૂ કીના દળે 44 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જો તમામ 44 સીટો પર પણ તેમના ઉમેદવાર જ જીતે છે તો સત્તાના સંતુલનમાં કોઇ અસર નહીં પડે કારણ કે સંસદમાં સેના અને તેમના રાજકીય સહયોગીઓને બહુમત છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com