વડોદરા 2, એપ્રિલ
અદાણીએ સીએનજીનાં ભાવમાં 1 કિલોએ 4 રૂપિયાનો વધારો કરતાં સ્કૂલનાં રિક્ષાચાલકોએ બાળકોનાં વાલીઓને વધુ ભાડું આપવા માટે જાણ કરી દીધી છે.
એક વિદ્યાર્થીનાં વાલીએ જણાવ્યું હતું કે તેમનાં સંતાનોને લઈ જનાર રિક્ષા ચાલકો હાલમાં વર્ધીનાં મહિને 300 રૂપિયા ભાડું લઈ રહ્યાં છે, અને હવે તેનાથી પણ વધુ ભાડું લેવા માટે વાલીઓને ચાલકો દ્રારા જાણ કરાઈ છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ ભાડું મહિને 300ને બદલે 325 કે 350 રૂપિયા થવાની શક્યતા છે. ઉપરાંત વેકેશન દરમિયાન પણ એક મહિનાનું ભાડું ચૂકવવું પડશે.
|