Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 04:59:07 PM IST
 

મુશ્કેલીના સમયમાં સચિનની તસવીર જોતો હતો : યુવરાજ

Apr 02, 2012 Sports
 
Tags:   Yuvraj Singh Cricket India Sri Lanka World Cup 2012 Sachin Tendulkar comment     E-Mail     Print    
 
Viewed: 2885
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા.૨

વર્લ્ડકપ વિજયની ઉજવણી આજે પણ નજર સામે તરવરે છે
અમેરિકાના બોસ્ટનમાં કેન્સરની સારવાર દરમિયાન યુવરાજસિંહ ટ્વિટર દ્વારા સંદેશાઓ મોકલીને પ્રશંસકો સાથે જોડાયેલો રહ્યો હતો. જોકે વર્લ્ડકપ ચેમ્પિયન બન્યાને એક વર્ષ પૂરું થયું તે નિમિત્તે પોતાને રોકી શક્યો ન હતો અને લંડનથી વીડિયો રેકોર્ડ કરી ટ્વિટર પર મૂકી પ્રશંશકો સાથે વર્લ્ડકપની વાતોની યાદ તાજી કરી હતી. યુવરાજે જણાવ્યું હતું કે જ્યારે પણ મુશ્કેલીના સમયમાં જણાયો હતો ત્યારે સચિન તેંડુલકરની તસવીર જોઈને આશ્વાસન મેળવતો હતો. યુવરાજે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પ્રથમ રાતને પણ યાદ કરી જેમાં ખૂબ ધમાલ કરી હતી. ૨ એપ્રિલ, ૨૦૧૨ના રોજ આ જીતને એક વર્ષ થઈ ગયું પણ હું અને અમારી ટીમનો કોઈ સભ્ય જીતની ઉજવણીને ભૂલીશું નહીં.

યુવરાજે જણાવ્યું હતું કે, ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેનો મુકાબલો મુશ્કેલ હતો. અમે સતત વિકેટો ગુમાવતા હતા તે સમયે ધોની પણ આઉટ થતા હું ગભરાઈ ગયો હતો. મનમાં ડર હતો કે હવે મેચ જીતી શકીશું નહીં પણ મેં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના અંતિમ બોલ સુધી લડત આપીશ. આખરે અમારી લડત કામ આવી અને અમે મેચ જીતી ગયા હતા.

સચિન માટે કોઈપણ ભોગે વર્લ્ડકપ જીતવો હતો

વર્લ્ડકપ સચિન તેંડુલકર માટે ઘણો મહત્ત્વનો હતો કારણ કે તેમની સિદ્ધિઓમાં વર્લ્ડકપની જ ખોટ હતી. આથી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સચિનને વર્લ્ડકપ અપાવ્યો હતો. જોકે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રેરણા સચિન પાસેથી જ મળી હતી. યુવરાજના જણાવ્યા પ્રમાણે વર્લ્ડકપ દરમિયાન જ્યારે પણ મુશ્કેલીમાં હતો ત્યારે મારી પાસે રહેલી સચિનની તસવીર જોઈ લેતો હતો. જેથી મુશ્કેલી દૂર થઈ જતી હતી. સચિનની તસવીર જોઈને જ બેટિંગ કરતો હતો કારણ કે શાનદાર દેખાવ કરવાની પ્રેરણા મળતી હતી.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com