Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 07:27:23 AM IST
 

મોદી પ્રભાવશાળી હસ્તીઓ માટેની હોડમાં ઓબામાથી આગળ

Apr 02, 2012 National
 
Tags:   Time Online Poll Barack Obama Narendra Modi comment     E-Mail     Print    
 
Viewed: 5716
Rate: 4.8
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા.૨

'ટાઈમ' મેગેઝિનના ઓનલાઇન સર્વેક્ષણમાં મોદીને ૨૨,૧૦૮, ઓબામાને ૧૩,૭૫૭ વોટ મળ્યા

વોટિંગ ૬ એપ્રિલ સુધી ચાલશે, પરિણામ ૧૭ એપ્રિલે જાહેર થશે

અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ 'ટાઈમ' મેગેઝિનના વિશ્વની સૌથી પ્રભાવશાળી હસ્તીઓ અંગેના ઓનલાઇન સર્વેક્ષણના પરિણામ ૧૭ એપ્રિલે જાહેર થવાના છે પરંતુ ભારતીયો માટે અને ખાસ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે આ સર્વેક્ષણમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી હાલ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા કરતાં આગળ છે.

સર્વેક્ષણમાં મોદીને સોમવાર સુધીમાં ૨૨,૧૦૮ વોટ મળ્યા હતા જ્યારે ઓબામા ૧૩,૭૫૭ વોટ જ મેળવી શક્યા હતા. અલબત્ત, Reddit.comના ૩૩ વર્ષીય જનરલ મેનેજર એરિક ર્માિટન ૧,૨૦,૨૪૯ વોટ સાથે યાદીમાં મોખરે છે. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર, રાજકારણી ઇમરાન ખાન ૪૦,૮૧૧ વોટ સાથે પાંચમા ક્રમે છે જ્યારે લેડી ગાગા ૨૨,૭૭૮ વોટ સાથે ૧૦મા ક્રમે છે.

આ સર્વેક્ષણના પરિણામોમાં જુદા જુદા ક્ષેત્રોની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવશે. વોટિંગ ૬ એપ્રિલ સુધી ચાલુ રહેશે અને TIME 100 લિસ્ટ મેગેઝિનના એડિટર્સ દ્વારા પસંદ કરવામાં આવશે. યાદીમાં ભારત તરફથી મોદી ઉપરાંત વિદ્યા બાલન, સલમાન ખાન, નીતિશકુમાર, અણ્ણા હજારે અને સચિન તેંડુલકર પણ સામેલ છે. વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ બનવા માટે જામેલી હોડમાં મિશેલ ઓબામા, માર્ક ઝુકરબર્ગ અને રુપર્ટ મર્ડોકનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોદી 'ટાઈમ' મેગેઝિનના કવર પર ચમક્યા હતા અને મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતે સાધેલા વિકાસની મેગેઝિને પ્રશંસા કરી હતી.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com