Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 12:46:51 PM IST
 

પનીર ધાણા કોરમા

Apr 02, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 2622
Rate: 5.0
Rating:
Bookmark The Article

સબ્જી
સામગ્રી
* ૬૦૦ ગ્રામ કોટેજ ચીઝ (પનીર)
* ૪ ટે.સ્પૂન તાજી કોથમીરનાં પાન
* ૧ કપ યોગર્ટ
* ૧ ટે.સ્પૂન આદું-લસણની પેસ્ટ
* ૧/૨ ટી.સ્પૂન હળદર પાવડર
* ૧/૪ ટી.સ્પૂન સૂંઠ
* ૧ ટી.સ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
* મીઠું સ્વાદ મુજબ
* ૧ ટે.સ્પૂન મેંદો
* ૨ ટે.સ્પૂન તેલ
* ૩ તમાલપત્ર
* ૮ કાળાં મરી
* ૭ લીલી ઇલાયચી
* ૫ લવિંગ
* ૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
રીત

* એક બાઉલમાં દહીં લઈને તેમાં આદું-લસણની પેસ્ટ, હળદર પાવડર, સૂંઠ, લીલાં મરચાંની પેસ્ટ, મીઠું અને મેંદો ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. તેમાં એક કપ પાણી ઉમેરીને બધું જ વ્યવસ્થિત હલાવી લેવું.

* કોટેજ ચીઝના નાના ચોરસ ટુકડા કરવા.

* નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકીને તેમાં તમાલપત્ર, મરી, લીલી ઇલાયચી, લવિંગને બરાબર શેકી લેવાં.

* પછી તેમાં મસાલાવાળું દહીં ઉમેરીને થોડી વાર ધીમી આંચે થવા દેવું.

* કોથમીરને ઝીણી સમારીને આ ગ્રેવીમાં નાખવી. ત્યાર બાદ પનીરના ટુકડા નાખીને બરાબર મિક્સ કરી લેવું.

* સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને છેલ્લે ગરમ મસાલો નાખીને ગરમ ગરમ શાક પરોઠા, રોટલી કે પૂરી સાથે સર્વ કરવું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com