સૂપ
સામગ્રી
* ૫-૬ ટામેટાં, ચાર કાપા કરેલાં
* ૧ ટી.સ્પૂન શેકેલું જીરું
* ૧-૧૨ કળી લસણ
* ૨ ટે.સ્પૂન વિપ્ડ ક્રીમ
* ૧ મધ્યમ આકારનું ગાજર મોટું સમારેલું
* ૧ ડુંગળી મોટી સમારેલી
* ૩ ટે.સ્પૂન ઓલિવ ઓઇલ
* ૧ ટે.સ્પૂન એકસ્ટ્રા વિર્જિન ઓલિવ ઓઇલ
મીઠું સ્વાદ મુજબ
રીત
* ઓવનને ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર ગરમ કરો.
* ટામેટાંને એક બેકિંગ ટ્રેમાં રાખો. પછી લસણ, ગાજર, ડુંગળી નાખીને તેની પર ઓલિવ ઓઇલ નાખો. બધું સારી રીતે મિક્સ કરીને ટ્રેને ઓવનમાં મૂકો.
* ટામેટાંને રોસ્ટ થવા દો.
* તે દરમિયાન નાના બાઉલમાં ક્રીમ લઈને તેમાં મીઠું અને શેકેલું જીરું નાખી દો.
* ટામેટાંને ઓવનમાંથી બહાર કાઢીને ઠંડાં થવા દેવાં.
* પછી તે ટામેટાંને પીસી લેવાં. હવે નોનસ્ટિક પેનમાં ટામેટાં નાખીને તેમાં થોડું પાણી નાખો.
* ગેસની મધ્યમ આંચ રાખીને મિશ્રણનો એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળવું.
* ત્યાર બાદ મીઠું નાખવું.
* બાઉલમાં કે કપમાં સૂપ કાઢીને તેની પર જીરા તથા મીઠાવાળું તૈયાર કરેલું ક્રીમ નાખો અને કોથમીરથી સજાવીને સર્વ કરો.