સ્વાસ્થ્ય - ડો. રમણ પટેલ
અગાઉ આપણે જોયું કે IUI સારવારનાં પરિણામો લગભગ ૧૨થી ૧૫% છે અને લગભગ ૪થી ૬ પ્રયત્ન બાદ તે દિશામાં વિચારવું બંધ કરવું પડે છે. જો ગર્ભાધાન સફળ થવાનું હોય તો IUIના પ્રથમ ત્રણ પ્રયત્નમાં જ લગભગ ૭૫ ટકા જેટલી સફળતા મળી જાય છે અને બીજા ત્રણ પ્રયત્ન ઉમેરવાથી પણ સફળતામાં માંડ ૧૦થી ૧૫ ટકા જેટલો જ વધારો કરી શકાય છે. ત્યારે IUIની નિષ્ફળતા બાદ (Invetro Fertilization and Embryo Transfer IVF - ET) એટલે કે ટેસ્ટ ટયુબ બેબી પદ્ધતિથી સારવાર લઇ શકાય જે વંધ્યત્વની સમસ્યા સામે એકમાત્ર સચોટ જવાબ છે.
તો ચાલો સમજીએ ટેસ્ટ ટયુબ બેબીની સારવાર પદ્ધતિને. આ પદ્ધતિમાં દર્દીના મગજમાં રહેલી પિચ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ LHને કંટ્રોલ કરવામાં આવે છે. આ માટે બે પદ્ધતિ અમલમાં છે. (૧) Long term down regulation જેમાં ય્હઇર અંતસ્ત્રાવનાં ઇંજેક્શન માસિકના ૨૦મા દિવસથી ચાલુ કરીને Active ટ્રીટમેન્ટના સ્ત્રીબીજ ઉપાડવાના સમય સુધી ચાલુ રાખવામાં આવે છે. (૨) Antagonist Protocols જેમાં Antagonist નાં ૫થી 7 Injection Active ટ્રીટમેન્ટ દરમ્યાન જ અપાય છે.
હવે માસિકના બીજા કે ત્રીજા દિવસે સ્ત્રીબીજ બનાવવા માટેનાં FSH નાં ઇંજેક્શન દર્દીની ઉંમર, વજન, પૂર્વ ઇતિહાસ, ફોલિકલનો કાઉન્ટ (AFC) જેવાં પરિબળોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવે છે. દવાની અસર અને ફોલિકલના વિકાસને સામાન્ય રીતે TVS (ટ્રાન્સ વજાઈનલ સોનોગ્રાફી)થી Monitor કરવામાં આવે છે. આ Injection લગભગ ૧થી ૧૧ દિવસ સુધી આપવાં પડે છે અને એક વખત ફોલિકલનો વિકાસ પૂર્ણ થઈ જાય એટલે Injection HCG આપીને ૩૪થી ૩૬ કલાક બાદ, TVS દ્વારા બીજ એકત્રીકરણ (ઓવમ પિકઅપOPU) કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ૧૭૯ની Needle વપરાતી હોવાથી દર્દીને હળવા એનેસ્થેસિયાની અસર નીચે જ OPU કરવામાં આવે છે અને હોસ્પિટલમાં લાંબો સમય દાખલ થવાની જરૂર પડતી નથી. OPU થી ઉપલબ્ધ કરાયેલા સ્ત્રીબીજનું STZ માઈક્રોસ્કોપ દ્વારા પરીક્ષણ કરાય છે અને એ જ દિવસે વીર્યનું સેમ્પલ લઈને Spermwash પદ્ધતિથી પુરુષબીજ તૈયાર કરવામાં આવે છે.
કુદરતે પુરુષબીજને પુરુષ જેવાં જ ખડતલ બનાવ્યાં છે જેથી કરીને લાંબો સમય વિષમ પરિસ્થિતિમાં રહ્યા પછી પણ જીવંત રહી શકે છે. જ્યારે સ્ત્રીબીજ અતિશય નાજુક હોવાથી થોડી મિનિટ જ બહારના વાતાવરણમાં નાશ પામે છે. એટલા માટે જ સ્ત્રીબીજ તપાસવાના માઈક્રોસ્કોપનું પ્લેટફોર્મ પણ સામાન્ય શરીર ઉષ્ણતામાન - 97ºc જેટલું સાચવવામાં આવે છે અને શક્ય એટલી ત્વરાથી આ સ્ત્રીબીજ Co2 incubator માં કે જેમાં 5 × Co2, 37ºc ઉષ્ણતામાન, અને 96ºc ભેજમાન જળવાયું હોય છે. જો આ Ideal સ્થિતિમાંથી સ્ત્રીબીજ ૮ મિનિટથી વધારે બહાર રહે તો સફળતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
પ્રણાલીગત IVF માં એક સ્ત્રીબીજ દીઠ લગભગ ૧ લાખ પુરુષબીજને ૧૬થી ૧૮ કલાક સુધી Incubator માં રાખવામાં આવે છે અને ત્યારબાદના પરીક્ષણમાં 2 PN સ્ટેજ માટેની તપાસ કેટલાં બીજનું ફલીનીકરણ થયું તેનું પરિણામ મળે છે. સામાન્ય રીતે તૈયાર થયેલા ગર્ભ બીજા દિવસે ચારકોષી જીવમાં રૂપાંતરિત થાય છે અને ગર્ભાશયમાં પ્રસ્થાપન માટે તૈયાર હોય છે. આ આખી સારવારના પરિણામે ફોલિકલની વૃદ્ધિની સાથે સાથે ગર્ભાશયનું અંતઃપડ પણ તૈયાર થયેલ હોય છે અને ખૂબ જ નાજુક Embryo Transfer Cannula વડે બેથી ત્રણ ગર્ભનું સોનોગ્રાફીના ગાઈડન્સમાં ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ સમયે મેડિકલ સારવારનો મુખ્ય તબક્કો પૂર્ણ થાય છે. અને ૧૪ દિવસ પછીના પરિણામની ઈન્તેજારીનો તબક્કો શરૂ થાય છે. આ ગાળામાં ગર્ભ પ્રસ્થાપનમાં મદદ થાય તેવી દવાઓ ચાલુ રાખવામાં આવે છે અને ગર્ભ મૂક્યાના ૧૪મા દિવસે BHCG નામના લોહીના રિપોર્ટ દ્વારા પરિણામ જાણી શકાય છે.
drramanpatel@sunflowerhospital.in