Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:32:15 PM IST
 

યોગ્ય ડાયટ રાખશે કોલેસ્ટેરોલથી દૂર

Apr 02, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 1582
Rate: 0
Rating:
Bookmark The Article

ડાયટ ટિપ્સ - લિઝા શાહ, ડાયટિશ્યન

જીવનનાં અમુક વર્ષો પસાર થાય એટલે સ્ત્રીઓ સ્થૂળકાય થવા લાગે છે અને કેટલાક રોગનો સામનો થતાં ટેસ્ટી ખોરાક લેવાનું તો સાવ વિસરાઈ જ જાય છે. તેમાંય વળી કોલેસ્ટેરોલની ચિંતા. તમે પણ આવી પરિસ્થિતિમાં ટેસ્ટી ખાવાથી ગભરાવ છોજો આવું હોય તો ડાયટમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવો જોઈએ.

* ખાવાની ખોટી ટેવ, વધારે આલ્કોહોલ, સ્મોકિંગ, ઓબેસિટી અને તમારા રંગસૂત્રોને કારણે કોઈ પણ રીતે કોલેસ્ટેરોલ વધી શકે. કોલેસ્ટેરોલ વધવા પાછળ અયોગ્ય આહાર પણ બહુ મોટું કારણ છે.

* અત્યારની જીવનશૈલીમાં કોલેસ્ટેરોલ જાળવવા તમારે સ્વાદિષ્ટ ખાવાનું છોડવાનું નથી, પણ જરા ડાયટમાં થોડો ફેરફાર જરૂર કરવાનો છે. તમારે તમારા કોલેસ્ટેરોલ કાઉન્ટ મપાવીને માઇક્રો ન્યુટ્રિશિયન્ટ માપ્યા બાદ આહારમાં ફેરફાર કરવો પડે. રાઇટ ઇટિંગમાં શરીરને ઓમેગા-૩ની વધારે જરૂર છે. આ ફેટી એસિડ અમુક શાકમાં હોય છે. તમે નોન સેચ્યુરેટેડ ફેટ/તેલમાં નટ્સ અને વેજિટેબલ ઓઇલ લઈ શકો.

*  જેમાં ટ્રાન્સ ફેટ છે તેવાં કેક્સ, કુકીઝ, તળેલું ખાવાનું, પેસ્ટ્રીઝ, બેક્ડ ફૂડ અને બીજું પ્રોસેસ્ડ ખાવાનું ફેટમાંથી બનાવેલું પણ સંભાળીને ખાવું.

* ખૂબ ફળ અને શાકભાજી ખાવાં તેમાં વિટામિન સી’ અને પોટેશિયમ એ સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઇબર હોવાથી કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

* સોયાબીનના દાણા, સોયામિલ્ક, દહીં, ગ્રેન્યુલ્સ ટોફુ આ બધું એન્ટિ ઓક્સિડન્ટ હોવાથી કોલેસ્ટેરોલ ઘટાડે છે. હૃદયની નળીઓમાંથી ચરબી ઓછી કરે છે. આ ઉપરાંત કાંદા એન્ટિ ઓક્સિડન્ટ અને હાઇ ડેન્સિટી લેવલ માટે આહારમાં લઈ શકાય.

 મેથી દાણા, મેથીનાં પાન, પાંદડાંનો પાઉડર પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોવાથી કોલેસ્ટેરોલ ઘટાડે છે.

 *  ઓટ્સમાં રહેલા બિટા-ગ્લુકોન કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદ કરે છે.

 રાગી બ્લડ ફ્લો માટે ઉપયોગી છે. તેનાથી હાર્ટએટેકનું રિસ્ક ઓછું થાય છે.

* સૂકી અને લીલી હળદર બ્લડ સરક્યુલેશન માટે સારું છે, હેલ્થ માટે સારું છે અને લોહીના પ્રવાહમાં મદદ કરે છે.

* ઓલિવ ઓઇલ વિટામિન ઈ વધારવામાં મદદ કરે છે અને લોઅર બ્લડ કોલેસ્ટેરોલમાં મદદ કરે છે.

* બદામ અને અખરોટ (આખા કે પાઉડર) મોનો સેચ્યુરેટેડ ફેટી એસિડ માટે અને ઓમેગા ૩ ફેટી એસિડ, એન્ટિ ઓક્સિડન્ટ ફાઇબર્સથી ભરપૂર છે. તે શરીરમાં હાઇ ડેન્સિટી લેવલ મેન્ટેન કરે છે.                             

liza@anganahospital.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com