Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 01:58:49 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ઘરને આપો કલાત્મક લૂક : આર્ટિસ્ટિક મિરર

Apr 02, 2012 Supplements > Nari
 
Tags:   Home Decor comment     E-Mail     Print    
 
Viewed: 589
Rate: 0
Rating:
Bookmark The Article

હોમ ડેકોર - શ્વેતા પંચાલ

દર્પણ દરેક વ્યક્તિને લલચાવે છે. માણસ એક નજર તો કરી જ લે કે બધુ ઠીકઠાક છે ને ! સીન કેવો આવે છે ! દર્પણ ઘરની સજાવટમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. જો ઘરને ગ્લાસના મટીરિયલ્સથી સજાવવા માગતા હો તો આર્ટિસ્ટિક મિરર પણ સારો વિકલ્પ છે. વોલ મિરર, પાર્ટિશન મિરર, ફોલ્ડિંગ મિરર, ટ્રેડિશનલ મિરર, વગેરે દીવાલની સાથે રૂમનું સૌંદર્ય વધારે છે અને ઘરને વધુ ભવ્ય દેખાવ આપે છે

ડેકોરેટિવ વોલ મિરર

ઘરની દીવાલને સુશોભિત કરતા વોલ મિરરમાં ફ્રેમની જે કલા-કારીગરી હોય છે તે નયનરમ્ય હોય છે. મિરરની ફ્રેમને મેટલ, વૂડન કે ગ્લાસવર્કથી સુશોભિત કરવામાં આવે છે. ઘરને જો આર્ટિસ્ટિક લુક આપવા માગતા હો તો નકશીકામવાળી ફ્રેમનો મિરર પસંદ કરી શકાય આ પ્રકારના મિરર ઘરને રિચ લુક આપે છે.

ટ્રેડિશનલ મિરર

મિરરમાં બંને બાજુ આપેલા કેન્ડલ સ્ટેન્ડ, લેમ્પ વગેરે ઘરને ટ્રેડીશનલ ટચ આપે છે. મિરરમાં ફ્યુઝનનો ટ્રેન્ડ પણ જોવા મળે છે, મિરરની ફ્રેમ, આકાર, ડિઝાઇનમાં મોડર્ન ડિઝાઇનની સાથે ટ્રેડિશનલ ટચ પણ આપવામાં આવે છે. આ રીતનું મોડર્ન અને ટ્રેડિશનલ ડિઝાઇનનું ફ્યુઝન ખરેખર રૂમને ટ્રેન્ડી લુક આપે છે.

શેન્ડેલિયર મિરર

શેન્ડેલિયર વિથ મિરર થોડા કીંમતી હોય છે, પણ લાઇટિંગની મિરર પર પડતી ઇફેક્ટ ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. મિરર વિથ શેન્ડેલિયરમાં અનેકવિધ ડિઝાઇન જોવા મળે છે. શેન્ડેલિયર વિથ મિરરમાં વચ્ચે મિરર અને બંને બાજુ લાઇટિંગ આપેલ હોય છે.

ફોલ્ડિંગ મિરર

 ફોલ્ડિંગ મિરરની ડિઝાઇનમાં અને આકારમાં વિવિધ પ્રકારનું મનમોહક વૈવિધ્ય જોવા મળે છે. ફોલ્ડિંગ મિરરમાં મોટા ભાગે ત્રણ મિરર કલાત્મક ડિઝાઇનિંગ ફ્રેમમાં ગોઠવેલા હોય છે. આ પ્રકારના ફોલ્ડિંગ મિરરને સામાન્ય રીતે બેડરૂમમાં રાખી શકાય છે. જોકે ફોલ્ડિંગ મિરરને રૂમ કે હોલના પાર્ટિશન તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

પાર્ટિશન મિરર

જો રૂમની સાઇઝ બહુ મોટી હોય અને રૂમના એક ભાગને રૂમથી અલગ પાડવો હોય તો પાર્ટિશન મિરરનો ઉપયોગ કરવામાં આવે છે. પાર્ટિશન મિરરમાં ગ્લાસમાં જ ઉપસાવેલી ડિઝાઇન સાથે કમાન જેવા આકારના મિરર પણ જોવા મળે છે. પાર્ટિશન મિરરનો ઉપયોગ ઓફિસમાં પણ કરવામાં આવે છે. આ મિરરમાં ટેમ્પર ક્રાફ્ટ ગ્લાસ, એચ્ડ ગ્લાસ (નકશીવાળા)નો ઉપયોગ પાર્ટિશનની સાથે સુશોભનનો હેતુ પણ સાર્થક કરે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com