Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:49:56 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ઘર અને ઓફિસ વચ્ચે રહો કૂલ

Apr 02, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 590
Rate: 0
Rating:
Bookmark The Article

વર્કિગ વુમન - કલગી મહેતા

વર્કિગ વુમને મલ્ટિ રોલ ભજવવાનો હોય છે. તેમણે ઓફિસમાં પણ પોતાનું આગવું સ્થાન જાળવવાનું હોય છે તેમજ સામાજિક અપેક્ષાઓમાં પણ ખરા ઊતરવાનું હોય છે, ત્યારે આ પરિસ્થિતિમાં વર્કિગ વુમને ઘર અને ઓફિસ સાથે કેવી રીતે તાલમેળ બેસાડવો તે વિશે થોડું જાણીએ

કોમ્યુનિકેશન વિથ હસબન્ડ

જો હસબન્ડ-વાઇફ બંનેનું શિડયુલ બહુ બિઝી રહેતું હોય તો બંનેએ ઘરના કામની અને બીજી સામાજિક જવાબદારીઓની સમાન વહેંચણી કરી લેવી જોઈએ. ઘરમાં નાનાં મોટાં અનેક કામ હોય છે. બિલ ભરવાનાં, ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, બાળકોના અભ્યાસમાં કાળજી લેવી વગેરે કાર્યો માટે હસબન્ડ સાથે ચર્ચા કરીને એકબીજાના શિડયુલ પ્રમાણે ગોઠવી દેવામાં આવે તો વર્કિગ વુમન માટે ઘર અને ઓફિસ સાથે તાલમેળ બેસાડવો સરળ બની જાય છે.

કાર્યને અગ્રતા આપો

જ્યારે વર્કિગ વુમન ઓફિસ અને ઘર સાથે તાલમેળ નથી બેસાડી શકતી ત્યારે તેની સીધી અસર તેમના ઓફિશિયલ કાર્ય પર પણ પડે છે. ઘણી વાર વર્કિગ વુમન ઘરના મોટા ભાગનો વહીવટ ફોન દ્વારા ઓફિસેથી કરે છે. જેના લીધે તે ઓફિસના કામને પૂરતો ન્યાય નથી આપી શકતી અને ઓફિસમાં પણ તેની રેપ્યુટેશન ખરાબ થાય છે. ત્યારે આ બાબતે વ્યવસાયી વુમને થોડી સજાગ રહેવાની જરૂર છે. ઓફિસ અને ઘર બંને કાર્યક્ષેત્ર અલગ અલગ છે, તેથી બંને ક્ષેત્રને અલગ અલગ સમય આપી શકાય તેવું આયોજન કરવું પણ અનિવાર્ય છે.

કામના કલાકો

કંપનીમાં એવા પ્રકારની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઓફિસમાં એકાદ કલાક મોડે સુધી કામ કરવું પડતું હોય છે, આવા સંજોગોમાં મોડા આવવાની માહિતી ઘરે આપી દેવાનું ન ભૂલવું જોઈએ. બની શકે તો અમુક કામ ઘરે લઈ જઈને પણ પૂર્ણ કરી શકાય જેથી હસબન્ડ, બાળકોને સમય આપી શકાય. આ માટે વર્કિગ વુમને ઘરે કમ્પ્યુટર કે લેપટોપ રાખવું જોઈએ, જેથી ઓફિસનું નાનું-મોટું કામ ઘરે જઈને પણ કરી શકાય.

પુરુષ સહકર્મી સાથેનો વ્યવહાર

જોબ ઓફ નેચર પ્રમાણે ઘણી વાર પુરુષ સહકર્મચારી સાથે કામના કલાકો સિવાય પણ સતત કોન્ટેક્ટમાં રહેવું પડતું હોય છે, જ્યારે આવા સંજોગો ઊભા થાય ત્યારે એક કોલ કે મેસેજ કરીને હસબન્ડને સમગ્ર વાતથી માહિતગાર કરવા જોઈએ. તમારા તરફનું આવું સ્પષ્ટ વર્તન શંકાને સ્થાન નહીં આપે અને અરસપરસની સમજણ અને વિશ્વાસ બની રહેશે.

ઓફિશિયલ ફંકશન

ઓફિસમાં ફંકશન હોય અને હાજરી આપવી અનિવાર્ય હોય તો આ બાબતે પણ ઘર-પરિવારને માહિતગાર પહેલેથી કરી દેવા જોઈએ અને ખાસ કરીને હસબન્ડને પોતાની ઓફિશિયલ જવાબદારી વિશે સમજાવીને તેમને દરેક રીતે વિશ્વાસમાં લેવા જોઈએ, જેથી પાછળથી કોઈ ગલતફહેમીને સ્થાન ન રહે.

ટાઇમ મેનેજમેન્ટ

વર્કિગ વુમને ટાઇમ મેનેજમેન્ટ માટે એક અઠવાડિક ટાઇમ ટેબલનો ચાર્ટ બનાવી લેવો જોઈએ. ઓફિસના મહત્ત્વનાં કાર્યો, ઘરના કાર્યો, સામાજિક પ્રસંગો, બાળકોની ટેસ્ટ, શોપિંગ વગેરેને ધ્યાનમાં રાખીને સમયનું યોગ્ય આયોજન કરવું જોઈએ. ચાર્ટ બનાવતી વખતે એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે ચાર્ટ વધુ વાસ્તવિક હોવો જોઈએ, જેથી તમે આસાનીથી ચાર્ટને અનુસરી શકો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com