Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:55:36 AM IST
 

હાથને જ નહીં, વાળને પણ સંવારશે મેંઢ્ઢી

Apr 02, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 4253
Rate: 5.0
Rating:
Bookmark The Article

મેકઓવર - શહેનાઝ હુસેન

પરંપરાગત રીતે મેંદીનો ઉપયોગ હાથ, પગ, નખ અને વાળમાં રંગ કરવા માટે થતો હતો. મેંદી સફેદ થયેલા વાળને કેસરી કે રેડિશ ઇફેક્ટ આપે છે. મેંદી વાળને ક્યારેય કાળા કરતી નથી. હા, જોકે મેંદી એ વાળ માટે ખૂબ સારું કન્ડિશનર છે. તે નુકસાન થયેલા વાળમાં મદદરૂપ થાય છે. સારી ગુણવત્તા ધરાવતો મેંદી પાઉડર આછા લીલા રંગનો હોય છે. સારી મેંદીની ગુણવત્તા કલર તથા રંગ પરથી પારખી શકાય છે.

ઘણી યુવતીઓની એવી ફરિયાદ હોય છે કે, મેંદી લગાડવાથી વાળ રૂક્ષ થઈ જાય છે. પરંતુ જો તમે મેંદીમાં દહીં, ઇંડું અને તેલ નાખો તો તમે વાળની રૂક્ષતાને નિવારી શકો છો. તે ઉપરાંત જ્યારે વાળમાં લગાવેલી મેંદી ધૂઓ ત્યારે શેમ્પૂના બદલે પુષ્કળ પાણીનો ઉપયોગ કરવો. મેંદી ખૂબ પાવરફુલ ક્લીન્ઝિંગ ઇફેક્ટ આપે છે.

તમે વાળ માટે કેટલો મેંદી પાઉડર પલાળો છો તે તમારા વાળની લંબાઈ પર આધાર રાખે છે. મેંદી પાઉડરમાં ૨ ઇંડાં, ૪ ટી સ્પૂન લીંબુનો રસ અને કોફીનો પાઉડર તથા પૂરતું દહીં નાખીને બધું જ વ્યવસ્થિત રીત મિક્સ કરવું. આ પેસ્ટ તમારે ટૂથપેસ્ટ જેવી થિક બનાવવી. જેના વાળ સૂકા અને રૂક્ષ હોય તેમણે આ પેસ્ટમાં ૨ ટીસ્પૂન તેલ નાખવું. જો તમે ઇંડાં નાખવા ન માગતા હો તો દહીંનું પ્રમાણ વધારે રાખવું.

 જ્યારે મેંદી લગાવો ત્યારે હાથમાં રબરનાં ગ્લવ્સ પહેરવા. અને ખભા પર રૂમાલ રાખવો. પાતળા કાંસકા વડે વાળના અલગ અલગ પાર્ટ પાડી લેવા. થોડી થોડી લટોમાં મેંદી લગાવીને તેને વાળની વચ્ચે લાવીને અંબોડી વાળતા જવું. જ્યારે બધા જ વાળમાં આ રીતે મેંદી લગાવી લો ત્યારબાદ માથા પર પ્લાસ્ટિક શાવર કેપ પહેરી લેવી.

અઠવાડિયામાં એક વાર તમે આ રીતે વાળમાં મેંદી લગાવશો તો વાળની ગુણવત્તા સુધરતી જશે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com