ઈસ્લામાબાદ 2, એપ્રિલ
પાકિસ્તાનનાં વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ચીનમાં આયોજીત 'બોઆઓ ફોરમ ફોર એશિયા' સમારોહમાં જણાવ્યું હતું કે, તેમનો દેશ પાકિસ્તાન ભારતની સાથે સાથે અન્ય દેશો સાથે પોતાના સંબંધો સુધારવા માંગે છે. ત્રિદિવસીય આ સમારોહનું આયોજન ચીનનાં હેનાન રાજ્યમાં બોઆઓ શહેરમાં કરવામાં આવ્યું છે.
આ સમારોહમાં ગિલાની ઉપરાંત ઈટલીનાં વડાપ્રધાન મારિયો મોંટી, કઝાકિસ્તાનનાં વડાપ્રધાન કરીમ મસિમોવ, ઈરાનનાં ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવાજ મોહમ્મદીજાહેદ, થાઈલેન્ડનાં ઉપ વડાપ્રધાન કિટ્ટિરટ ના-રાનોંગ અને વિએટનામનાં ઉપ વડાપ્રધાન હોઆંગ હઈ ભાગ લઈ રહ્યાં છે.
યુસુફ રઝા ગિલાનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સહિત અન્ય દેશો પોતાના સંબંધો સુધારવા માંગે છે. ઉપરાંત ગિલાનીએ દેશની આર્થિક સ્થિતિ સુધારવાની બાબત પર પણ ભાર મૂક્યો હતો. પાકિસ્તાનમાં નવું લોકતંત્ર સ્થાપવાની જરૂર છે.
એક રેડિયોનાં ઈન્ટરવ્યૂમાં રવિવારે ગિલાનીએ જણાવ્યું હતું કે ડ્રોનનાં હુમલાઓથી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ગેરસમજ પેદા થઈ છે. બંને દેશો વચ્ચેનાં સંબંધો સંસદની કાર્યવાહીનાં આધારે થશે. એશિયાઈ દેશો ઉર્જા, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને શિક્ષાનાં ક્ષેત્રોમાં સહયોગથી સારું કામ કરી શકે તેમ છે.