Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 08:49:48 AM IST
 

સચિનનું મુંબઇ ઇન્ડિયન્સના સુકાનીપદેથી રાજીનામું

Apr 02, 2012 Sports > IPL 2013
 
Tags:   Cricket IPL 5 Mumbai Indians Sachin Tendulkar Harbhajan Singh Nita Ambani Mukesh Ambani comment     E-Mail     Print    
 
Viewed: 7690
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઇ 2, એપ્રિલ

ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી સિઝન શરૂ થવા આડે ગણતરીના કલાક બાકી છે ત્યારે સચિન તેંડુલકરે અચાનક જ મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી આશ્ચર્ય સજર્યું છે. આઇપીએલ-5માં હરભજનસિંહ મુંબઇ ઇન્ડિયન્સ ટીમની આગેવાની કરશે.

મુંબઇ ઇન્ડિયન્સે એક યાદીમાં જણાવ્યું હતું કે મુંબઇ ઇન્ડિયન્સના ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ સચિન તેંડુલકરે પાંચમી સિઝન માટે સુકાનીપદની જવાબદારીમાંથી મુક્ત થવા નિર્ણય લીધો છે. હરભજન આ સિઝનમાં મુંબઇનું સુકાનીપદ સંભાળશે.

સચિન તેંડુલકર પોતાની બેટિંગમાં વધુ ધ્યાન આપવા માગતો હોવાથી તેણે સુકાનીપદ નહીં સંભાળવા નિર્ણય લીધો હોવાનું ચર્ચાય છે. ગયા વર્ષે ચેમ્પિયન્સ લીગમાં હરભજનની આગેવાનીમાં જ મુંબઇની ટીમ ચેમ્પિયન બની હતી. સચિને એક યાદીમાં જણાવ્યું હતું કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ મારા માટે પરિવાર સમાન છે. સુકાની તરીકેની જવાબદારીમાંથી હું બ્રેક લેવા માગું છું. મેં આ અંગે મુકેશભાઇ, નીતાભાભી સાથે ચર્ચા પણ કરી હતી. મને તેમના તરફથી જે સહકાર મળ્યો છે એ માટે હું તેમનો આભારી છું.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com