Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:27:57 AM IST
 

શેર બ્રોકરે ઉઘરાણીવાળાની ધમકીથી ગભરાઈ દવા પીધી હતી

Apr 03, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 310
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા તા.૨

શહેરના તાંદલજાના બસેરા ડૂપ્લેક્ષમાં રહેતા શેર બ્રોકર પાસે સતત પૈસાની ઉઘરાણી કરી તેને દવા પીવા મજબુર કરનાર મહિલા સહિત પાંચ જણાં વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ શેર બ્રોકરે પાદરાના એક શખ્સ પાસેથી રૂ.૩૫ લાખ ઉછીના લઈને શેર બજારમાં રોક્યા હતા.

  • પોલીસે મહિલા સહિત પાંચ જણાં વિરુદ્ધગુનો દાખલ કર્યા

નોંધનીય છે કે, બસેરા ડપ્લેક્ષમાં રહેતા શેર બ્રોકર નાસીરહુસેન શેખે (ઉં.વ.૩૫) શેર બજારમાં પૈસાનું રોકાણ કરવા પાદરાના રફીક.આઈ.ઘાંચી પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા. પરંતુ છેલ્લા ઘણાં સમયથી શેર બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી નાસીરહુસેનની હાલત વધુ કફોડી બની હતી. બીજી તરફ નાસીરને ઉછીના પૈસા આપનાર લોકોએ તેની પાસે ઉઘરાણી ચાલુ રાખી હતી. લેણદારોથી છુટકારો મેળવવા નાસીરે જિંદગીનો અંત આણવાનું નક્કી કર્યુ હતું. ગત તા.૨૭મીએ બપોરે ત્રણ વાગે નાસીરે સૌપ્રથમ પોતાના ઘરમાં આગચંપી દીધી હતી. તે પછી તેણે કોઈ ઝેરી દવા પી લીધી હતી. નાસિરને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવના સબંધમાં જે.પી રોડ પોલીસે નાસિરનું નિવેદન લેતાં તેણે કહ્યું કે, રફીક.આઈ.ઘાંચી (રહે, પાદરા) પાસેથી મેં ટુકડે ટુકડે ૩૫ લાખ રૂપિયા લીધા હતા. આ પૈસાનું મેં શેર બજારમાં રોકાણ કર્યું હતું. પરંતુ શેર બજારમાં રોકેલા નાણાંનું મને યોગ્ય વળતર નહીં મળતા હું તેમને સમયસર પૈસા આપી શક્યો ન હતો. જેથી રફીક ઘાંચી, તેના મિત્ર મંજૂર ઉર્ફે લાલા, સાહીલ, રફીકની બેન ટીની અને તેના ભત્રીજા ઈમરાને મને, મારી પત્ની અને પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે નાસિરના નિવેદનના આધારે રફીક, સોહીલ, મંજૂર, ટીનીબેન અને ઈમરાન વિરુધ્ધ ગુનો દાખલ કર્યા હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com