Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:27:54 PM IST
 

૫૦૦ કરોડની વધુ વસૂલાત છતાં ઇન્કમટેક્સનો લક્ષ્યાંક સિદ્ધ ન થયો

Apr 03, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 294
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૨

વડોદરાના ઇન્કમટેક્સ વિભાગના તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ ( સીબીડીટી) દ્વારા આપવામાં આવેલો લક્ષ્યાંક સિદ્ધ થયો નથી. નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨માં રૂ.૪૬૬૧ કરોડના લક્ષ્યાંક સામે રૂ.૪૦૨૧ કરોડ (૩૦મી માર્ચ સુધીમાં )વસૂલ થતા લક્ષ્યાંક સિદ્ધ થયો ન હોવાનું બહાર આવ્યું છે.જો કે ૨૦૧૦-૧૧નાવર્ષની તુલનાએ રૂ.૫૦૦ કરોડની વધુ વસૂલાત છતાં (૧૪ ટકા વધુ) થઇ હોવા છતાં પણ આ સ્થિતિ સર્જાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વડોદરા ચાર્જ (ડિવિઝન)માંથી ગત નાણાંકીય વર્ષમાં રૂ.૪૦૧૨ કરોડની વસૂલાતમાંથી રૂ.૨૩૯૪ કરોડ કોર્પોરેટ ટેકસ પેટે વસૂલ થયા હતા.જયારે ઇન્કમટેક્સ અને અન્ય ટેક્સ પેટે રૂ.૧૬૧૮ વસૂલ થયા છે.

  • રૂ.૪૬૬૧ કરોડના લક્ષ્યાંક સામે રૂ.૪૦૨૧ કરોડ વસૂલ થયા

ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોનાં જણાવ્યા મુજબ કોર્પોરેટ ટેકસની વસૂલાત ઓછી થતાં આ સ્થિતિ સર્જાઇ છે. જેમાં ખાસ કરીને ભરૂચની સમૃધ્ધિ સિમેન્ટ કંપનીનો ટેક્સ ૨૦૧૦-૧૧માં અંદાજે રૂ.૧૯૦ કરોડ હતો તે મુંબઇમાં ભરાતા ભરૂચ રેંજને આવકમાં ખોટ જોવા મળી હતી. આ ઉપરાંત સયાજી આયર્ન કંપની કોલકાતાની કંપનીએ ટેઇક ઓવર કરતાં,દિપક નાઇટ્રેટ અને ઇન્ડિયા મેટ્રોનિક્સ નામની કંપનીઓનો પણ ટેકસ પરપ્રાંતમાં ભરાયો હતો.

જ્યારે જીએસીએસ, જીએસએફસી, જીએનએફસી જેવા જાહેર સાહસો સહિત ખાનગી કંપનીઓએ પણ ઓછા વેચાણો - નફાના પગલે કોર્પોરેટ ટેક્સ ઓછો ભર્યો હતો.

જીયુવીએનએલ અને એમજીવીસીએલ કંપનીઓનો પણ નફો ઘટયો હોવાનું પણ બહાર આવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com