Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 10:48:51 PM IST
 

ખાનગી ઉમેદવારોની માર્કશીટમાં ‘પ્રાઈવેટ કેન્ડિડેટ’નો ઉલ્લેખ કરાશે

Apr 03, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 301
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૨

માર્ચ - ૨૦૧૨ની પરીક્ષામાં ખાનગી ઉમેદવાર તરીકે બેસનાર સફળ ઉમેદવારોના ગુણપત્રકોમાં પ્રાઈવેટ કેન્ડિડેટ તરીકે ઉલ્લેખ કરાશે. ખાનગી ઉમેદવારોના ગુણપત્રકો અન્ય રેગ્યુલર પરીક્ષાર્થીઓથી જૂદા તરી આવે તેમજ તેની નકલ કરી ન શકાય તે માટે બોર્ડના સત્તાધીશોએ આ નિર્ણય કર્યો છે. આગામી તા. ૩ જૂને દસમા ધોરણનું પરિણામ જાહેર કરાનાર છે.

  • રેલ્યુલર વિદ્યાર્થીઓથી અલગ તરી આવે તેમજ ડુપ્લિકેશન ન થાય તે માટે શિક્ષણ બોર્ડનો નિર્ણય

બારમા ધોરણમાં ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલા ઉમેદવારોને એક અલગ સિરીઝ જ ફાળવી દેવાય છે. તેમના નંબર પી ‘ સિરીઝથી શરૂ કરાય છે. તેવી જ રીતે વિકલાંગ વિદ્યાર્થીઓના ગુણપત્રકમાં પણ કેટેગરીનો ઉલ્લેખ કરવામાં આવે છે. બોર્ડ દ્વારા ખાનગી ઉમેદવારો માટેની નીતિ ઘડતી વેળા આ અંગેનો ઠરાવ પણ કરાયો હતો, હાલ તેનુ અમલીકરણ કરાઈ રહ્યું છે.

નોંધનીય છે કે, માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાધીશોએ ઓપન સ્કૂલની પધ્ધતિ અમલમાં મૂકી હોઈ આ સ્કૂલો દ્વારા નોંધાયેલા વિદ્યાર્થીઓની ગણના ખાનગી ઉમેદવાર તરીકે કરવામાં આવે છે. જેથી ચાલુ વર્ષે ખાનગી ઉમેદવારોની સંખ્યા ઉંચી ગઈ છે.

ગત માર્ચ - ૨૦૧૨માં લેવાયેલી દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં વડોદરા શહેર - જિલ્લામાંથી ૬૦ હજાર ઉપરાંત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જ્યારે રાજ્યભરમાંથી ૯.૨૬ લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ખાનગી ઉમેદવારોની સંખ્યા ૪૪ હજારની નોંધાઈ છે.

દરમિયાન ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓના ગુણપત્રકો અન્ય રેગ્યુલર પરીક્ષાર્થીઓથી જૂદા તરી આવે તેમજ કોઈપણ પ્રકારે તેનુ ડુપ્લિકેશન ન કરી શકાય તે હેતુસરખાનગી ઉમેદવાર ‘તરીકે નોંધાયેલા સફળ ઉમેદવારોના ગુણપત્રકોમાં ‘ પ્રાઈવેટ કેન્ડિડેટ ‘ તરીકેનો ઉલ્લેખ કરવા અંગેનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાધીશોએ કર્યો છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com