મુંબઈ 3, એપ્રિલ
એશિયાઈ શેર માર્કેટમાં આવેલી તેજીને પગલે અને ડોલરમાં આવેલી તેજીને પગલે રૂપિયામાં પણ તેજી જોવાઈ હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અમેરિકા ડોલર સામે રૂપિયો 31 પૈસા મજબૂતી લઈ ખૂલ્યો હતો. જેને પગલે ડોલરની સામે રૂપિયો 50.56 નાં ભાવે ટ્રેડ કરી રહ્યો છે.
કોષો અને ખુદરા રોકાણકારોની લેવાલીને પગલે અને યુરો તથા એશિયાઈ કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે મજબૂત નોંધાઈ હતી. શુક્રવારે રૂપિયો 53 પૈસા મજબૂત થઈ 50.87 પર બંધ થયો હતો.