Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 01:09:06 AM IST
 

વિદેશી બેંકનાં ખાતાની વિગતો આપવી જરૂરી

Apr 03, 2012 Business > Business News
 
Tags:   Income Tax Forms Income Tax Return Income Tax Return Calculator Income Tax India Business comment     E-Mail     Print    
 
Viewed: 1200
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 3, એપ્રિલ

ઈન્કમટેક્સ રિટર્ન સાથે હવે તમારે વિદેશી બેંકોમાં રાખવામાં આવેલી સંપતિ અને વિદેશી બેંકોમાં ખોલવામાં આવેલાં ખાતાની માહિતી આપવી પડશે. સરકારે કાળું નાણું વધાવાનાં મુદ્દે વિદેશી બેંકો અને વિદેશી સંપતિની વિગત આપવા માટેની વ્યવસ્થા ઈન્કમટેક્સ રિટર્ન ફોર્મમાં કરવામાં આવી છે.

નાણાંકીય વર્ષ 2012-13 નાં આઈટી રિટર્ન ફોર્મમાં તેના માટે અલગથી જગ્યા કરવામાં આવશે. એવા કરદાતાઓ કે જેમનાં વિદેશી બેંકોમા ખાતા છે અને વિદેશી સંપતિમાં પોતાનું રોકાણ ધરાવે છે, તેમણે આ ફોર્મમાં તેની વિગત ફરજિયાત આપવી પડશે.

જે તે દેશની બેંક હોય તે બેંકનું નામ અને તે દેશનું નામ તેમજ એક વર્ષ દરમિયાન બેંકનાં ખાતામાં જમા કરાવવામાં આવેલી રકમની વિગત આ ફોર્મમાં ભરવી પડશે. વિદેશની કોઈ કંપનીમાં જો રોકાણ કર્યું હોય તો તેની વિગત પણ આપવી પડશે. જે તે કરદાતાએ વિદેશી બેંકમાં ચાલતી હોય તે સહી પણ ફોર્મમાં કરવી પડશે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com