મેલબોર્ન 3, એપ્રિલ
ઓસ્ટ્રેલિયાનાં ઉત્તરી ન્યૂ સાઉથ વેલ્સનાં દરિયા કિનારે મિત્રો સાથે તરવા માટે ગયેલાં બે ભારતીય નાગરિક દરિયામાં ડૂબી ગયાં હતાં અને તેઓનું મોત થયું હતું. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર બંને ભારતીય નાગરિક 24 તથા 25 વર્ષનાં હતાં. રવિવારની બપોરે બંને બેલોન્ગિલ દરિયા કિનારે પોતાના મિત્રો સાથે તરવા માટે ગયાં હતાં, પરંતુ બંને જણાં દરિયાના ભંવરમાં ફસાઈ ગયાં હતા. તેમણે પોતાના બચાવ માટે પોકારો લગાવી હતી.
જો કે બચાવકર્મીઓ દ્રારા તેમને બચાવવામાં આવ્યાં હતાં અને બંનેને બાયરો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં બંનેને મૃત ઘોષિત કરવામાં આવ્યાં હતાં. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ બંને ભારતીય નાગરિક દરિયાઈ ડેન્જર ઝોનમાં પ્રવેશ કરી ગયાં હતાં, જ્યાં કોઈ નાવિક દળ પણ ન હતું.