લંડન 3, એપ્રિલ
લાસ વેગાસ ખાતે આયોજીત 47મો વાર્ષિક એકેડમી કન્ટ્રી મ્યૂઝિક એવોર્ડમાં હોલિવૂડની ગાયિકા ટેલર સ્વિફ્ટને આ વર્ષે 'એન્ટરટેઈનમેન્ટ ઓફ ધ યર' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ પુરસ્કાર સ્વિફ્ટને સતત બીજા વર્ષે આપવામાં આવ્યો છે. ટેલરે આ પુરસ્કાર મેળવી બ્રેડ પેસ્લે, કેની ચેસ્ની, જેસન અલ્ડીન અને બ્લેક શેલ્ટનને પાછળ છોડી દીધાં છે.
ટેલરે જણાવ્યું હતું કે, "હું આ પુરસ્કાર મેળવીને ખુશ છું. આ પુરસ્કાર માટે મારી સાથે જેમનાં નામ જોડાયાં છે, તે તમામનું હું સન્માન કરું છું અને તેઓને પ્રેમ કરું છું." ઉપરાંત 'ફોર ધ રેકોર્ડ' આલબમ માટે ગાયિકા મિરાંડા લૈંબર્ટને શ્રેષ્ઠ ગાયિકાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેશન એલ્ડિનને 'ડોન્ટ યુ વાના સ્ટે' માટે 'વોકલ ઈવેન્ટ ઓફ ધ યર' નો પુરસ્કાર અપાયો હતો.