વૉશિંગ્ટન, તા. 03
ભારત, ચીન અને બ્રાઝીલમાં મજબૂત આર્થિક વિકાસને લીધે દુનિયામાં ગરીબીમાં જીવન પસાર કરનારની ટકાવારી 1981ના 52 ટકાથી ઘટીને 2008માં 22 ટકા થઈ ગયો. આ જાણકારી એક નવા રિપોર્ટમાં સામે આવી છે.
અમેરિકી થિંક ટેક હડસન ઈન્સ્ટિટયૂટના સેન્ટર ફૉર ગ્લોબલ પ્રોસપરીટીના વાર્ષિક પરોપકાર અને નાણાંકીય સૂચકાંકમાં વર્લ્ડ બેંકની એક રિપોર્ટના હવાલાથી કહેવાયું છે. આનો અર્થ એ થાય છે કે ભયાનક ગરીબીને 2015 સુધી અડધા સુધી લાવવા માટે સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યને હાસલ કરવામાં આવ્યું છે. સૂચકાંકમાં કહેવાયું છે કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની અર્થવ્યસ્થા પર પ્રભાવ, ઊભરતા બજારોમાં નિકાસ, પશ્ચિમ અર્થવ્યસ્થામાં સ્થિર વિકાસ અને નિકાસ થનારી વસ્તુઓની ઊંચી કિંમતોએ વિકાસશીલ દેશોમાં મંદીની અસરને ઓછી કરવામાં મદદ કરી છે.
2012માં સૂચકાંકમાં એ વાત સ્પષ્ટ છે કે અમેરિકામાંથી નાણાં વડે સર્વાધિક ધન પ્રાપ્ત કરનાર એકમાત્ર દેશ મેક્સિકો હતું, જેને 2010માં આશરે 22.2 અબજ ડૉલરની ધનરાશિ મળી. આ ધનરાશિ આના એર વર્ષ પહેલાં મળી. મેકસિકો પછી ચીન, ભારત અને ફિલીપાઈન્સનું સ્થાન છે. જેને નાણાં વડે ક્રમશ 12.2 અબજ ડોલર, 12.0 અબજ ડોલર અને 10.01ની ધનરાશિ મળી. ચીન અને ભારતને 2010માં મળેલી ધનરાશિમાં વધારો થયો. તો ફિલિપાઈન્સમાં આ રાશિ મામૂલી ઘટાડો થયો.
મેક્સિકો, ભારત અને ફિલીપાઈન્સનું ચલણ ઠીકે તે સમયે અમેરિકી ડૉલરની સરખામણીએ મજબૂત થયું. ફુગાવો વધી રહ્યો હતો અને પ્રવાસીઓએ પોતાના ઘરે વધારે ધન મોકલવાથી તેમના દેશોની ખરીદી ક્ષમતા વધી.