Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 07:46:26 PM IST
 

જાહેરાતોમાં માઈલેજ અંગેનો દાવો ખોટો હોય તો? (જાગો ગ્રાહક જાગો)

Apr 03, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 647
Rate: 5.0
Rating:
Bookmark The Article

જાગો ગ્રાહક જાગો - શ્રેયસ દેસાઈ (એડવોકેટ)

વાહન ઉત્પાદક કંપનીઓ અને તેના ડીલરો દ્વારા ગ્રાહકોને જે તે વાહન ખરીદવા આકર્ષવા માટે જાહેરાતોમાં વાહનોના માઈલેજ સંબંધિત ઊંચા અને લોભામણા દાવાઓ થાય છે. પેટ્રોલ/ડીઝલના વધતા જતા ભાવોના આ યુગમાં ગ્રાહક કયું વાહન ખરીદવું તેનો નિર્ણય લેતી વખતે વાહનના માઈલેજ એટલે કે વાહનની ઈંધણક્ષમતા (Fuel Efficiency)નો મુદ્દો પણ ધ્યાનપૂર્વક વિચારે છે. જેથી વાહનની ઈંધણક્ષમતા અંગે ઊંચા દાવાઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા વાહનના ઉત્પાદકો/ડીલરો પ્રયત્નશીલ રહે છે, પરંતુ જો આવા દાવા ખોટા યા અતિશયોક્તિભર્યા સાબિત થાય તો તે ઉત્પાદક/ડીલરને ભારે પડી શકે છે. કાઇનેટિક એન્જિનિયરિંગ વિરુદ્ધ રાહુલ રાયના મહત્ત્વના કેસમાં રાહુલ રાયે (ફરિયાદીએ) સામાવાળા કાઇનેટિક એન્જિનિયરિંગ લિ. કંપનીની ચેલેન્જર તરીકે ઓળખાતી મોટર સાઇકલ ખરીદી હતી. મોટર સાઇકલની ૨ વર્ષની વોરંટી હતી. કંપની/ડીલર દ્વારા જાહેરાતોમાં કરાયેલા દાવા મુજબ મજકૂર મોટર સાઇકલની ઈંધણક્ષમતા શહેરી રસ્તાઓ પર ૮૨ કિમી. પ્રતિ લિટરની તથા આદર્શ સ્થિતિમાં ૯૩ કિમી. પ્રતિ લિટરની હતી, પરંતુ મોટર સાઇકલ ખરીદ્યા બાદ ફરિયાદીને જણાયું હતંુ કે મજકૂર મોટર સાઇકલ ૧ લિટર પેટ્રોલમાં ૪૦ કિમી. ચાલી શકતી હતી. વળી, મોટર સાઇકલ ખરીદ્યા બાદ ૨ મહિનામાં એન્જિન અને પિસ્ટનમાંથી મોટા અવાજો આવવાનું પણ શરૂ થયું હતું. જેથી તે અંગેની ફરિયાદ કંપની/ડીલરને કરી હતી. ત્યારબાદ મજકૂર મોટર સાઇકલને વારંવાર ર્સિવસ કરાવવા છતાં ઈંધણક્ષમતા સંબંધિત તેમજ અન્ય ફરિયાદો દૂર થઈ શકી ન હતી. જેથી ફરિયાદીએ કંપની તથા તેના ડીલર સામે દિલ્હીની જિલ્લા ગ્રાહક અદાલતમાં (ડ્રિસ્ટ્રિક્ટ ફોરમમાં) ફરિયાદ દાખલ કરી મોટર સાઇકલની ખરીદ કિંમતની રકમ વ્યાજ સહિત પરત અપાવવાની તેમજ રૂ. ૨,૦૦,૦૦૦નું વળતર અપાવવાની દાદ માંગી હતી.

ડિસ્ટ્રિક્ટ ફોરમે મજકૂર મોટર સાઇકલ શહેરી રસ્તાઓ પર કંપની/ડીલરના દાવા મુજબની ૧ લિટર પેટ્રોલદીઠ ૮૨ કિમી.ને બદલે માત્ર ૪૦ કિમી.ની એવરેજ આપતી હોવાની હકીકત પર વિશેષ ભાર આપી મોટર સાઇકલમાં ગંભીર ખામી હોવાના તારણ પર આવી અને મજકૂર મોટર સાઇકલ પરત લઈ તેની કિંમતનાં નાણાં વાર્ષિક ૯% લેખેના ચઢતા વ્યાજ સહિત ગ્રાહકને પરત ચૂકવવાનું ઉત્પાદક કંપની/ડીલરને હુકમ કર્યો હતો.

મજકૂર હુકમથી નારાજ ઉત્પાદક કંપની/ડીલરે દિલ્હી સ્ટેટ કમિશન સમક્ષ કરેલી અપીલ સ્ટેટ કમિશને પણ ફગાવી દેતા ઉત્પાદક કંપની/ડીલરે દેશની સર્વોચ્ચ ગ્રાહક અદાલત એટલે કે નેશનલ કમિશન સમક્ષ રિવિઝન પિટિશન ફાઇલ કરી હતી. રિવિઝન પિટિશનમાં ઉત્પાદક કંપની/ડીલર દ્વારા ગ્રાહક ચાર વર્ષ ઉપરાંતથી મજકૂર મોટર સાઇકલનો ઉપયોગ કરી રહેલ હોવાથી મોટર સાઇકલ પરત લઈ તેની વેચાણ કિંમતનાં નાણાં રિફંડ કરવાનો નીચલી અદાલતનો હુકમ વ્યાજબી ન હોવાની રજૂઆત પણ થઈ હતી.

જોકે નેશનલ કમિશને કંપની/ડીલરની આવી અને અન્ય રજૂઆતો અગ્રાહ્ય રાખી હતી. મજકૂર મોટર સાઇકલ શહેરી રસ્તાઓ પર પણ ૧ લિટર પેટ્રોલમાં ૮૨ કિમી. ચાલશે એવી ખોટી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતો/રજૂઆતોને ગેરવાજબી વેપારીપ્રથા (Unfair Trade Practice) લેખાવી નેશનલ કમિશને મજકૂર મોટર સાઇકલ ગ્રાહક પાસેથી પરત લઈ તેની કિંમતનાં પૂરેપૂરાં નાણાં વાર્ષિક ૯% લેખેના ચઢતા વ્યાજ સહિત તેમજ રૂ. ૧૦,૦૦૦ના વળતર સહિત ગ્રાહકને ચૂકવવા કંપની/ડીલરને આદેશ આપતો ડ્રિસ્ટ્રિક્ટ ફોરમ તેમજ સ્ટેટ કમિશનનો હુકમ કન્ફર્મ કર્યો હતો. આમ, વાહનની ઈંધણક્ષમતા અંગે જાહેરાતોમાં ખોટા, અતિશયોક્તિભર્યા અને ગેરમાર્ગે દોરનારા દાવા કરવાનું ઉત્પાદક કંપની/ડીલરને ભારે પડી શકે અને વેચેલું વાહન પરત લઈ વેચાણ કિંમતની રકમ વ્યાજ તથા વળતર સહિત પરત કરવાની નોબત આવી શકે.

desai.shreyash@rediffmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com