ટેરો કોસ્મોસ - નંદિની પટેલ
મેષ (Aries) માર્ચ ૨૧થી એપ્રિલ ૨૦
(ધ ડેથ)
કોઈ તમારી સાથે જુઠ્ઠં બોલી પોતાનું કામ ન કઢાવી લે તેનું ધ્યાન રાખવું. ઘણી બધી દોડાદોડી પછી ધનલાભ જોવા મળે. વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવું. યુવકો પોતાની રજાઓ માણે. બેફિકર બને. ચંડીપાઠથી ફાયદો.
વૃષભ (Taurus) એપ્રિલ ૨૦થી મે ૨૧
(ટુ ઓફ સ્વોર્ડ)
બે વ્યક્તિ યા બે પરિસ્થિતિ વચ્ચે નિર્ણય લેવો મુશ્કેલ બને. ઘરમાં ફેરફાર કરવાના યા નવા ઘરમાં રહેવા જવાના યોગ બને. ઘરમાં વિવાહયોગ્ય હોય તેમના સારા સમાચાર મળે. યુવકો નવા વિચારો અજમાવી પોતાનું કામ કરે. બજરંગબાણથી લાભ.
મિથુન (Gemini) મે ૨૧થી જૂન ૨૨
(કિંગ ઓફ સ્વોર્ડ)
બીજા એમના વિચારો તમારા ઉપર થોપવાની કોશિશ કરે. મુસાફરી થાય. ઘણાં બધાં કામ તમારે એકલા હાથે કરવાનાં આવે. યુવકોને બીજાઓ સાથે કામ કરવામાં ફાવે નહીં. વિચારો ન મળે. શિવમહિમ્નસ્તોત્રથી ફાયદો.
કર્ક (Cancer) જૂન ૨૨થી જુલાઇ ૨૩
(કિંગ ઓફ પેન્ટાકલ)
દરેક કામ તમે સારી રીતે પાર પાડી શકો, પણ નાણાં કઢાવતા તકલીફ પડે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું બને. યુવકો પોતાની પ્રગતિ માટે દરેક તકલીફો દૂર કરીને પણ નવા વિચારો કામે લગાડે. શ્રીસુક્તમથી ફાયદો.
સિંહ (Leo) જુલાઇ ૨૩થી ઓગસ્ટ ૨૨
(ધ ડેથ)
કર્મનાં બંધનો ભોગવવાં પડે. કામ પાર પાડતાં ચઢાવ-ઉતાર દેખવા પડે. લોકોનો સાથ સહકાર મળે. મુસાફરી થાય. તબિયત સાચવવી. યુવકોએ વાહન ચલાવતા ધ્યાન રાખવું. જીવનમાં આવતી તક ઝડપી લેવી નહીં તો ખોઈ બેસશો. મહામૃત્યુંજયથી ફાયદો.
કન્યા (Virgo) ઓગસ્ટ ૨૨થી સપ્ટેમ્બર ૨૨
(ફાઇવ ઓફ કપ્સ)
સાચવેલી ચીજો ગુમાવવી ન પડે તે ધ્યાન રાખવું. જિંદગીમાં ઘણા બધા ફેરફારો આવે. સારી આશા બંધાય. યુવકો ધીરજથી કામ લે તો પૂરેપૂરું મહેનતાણું ભોગવી શકે. દેવી કવચથી લાભ.
તુલા (Libra) સપ્ટે. ૨૨થી ઓકટોબર ૨૩
(નાઇન ઓફ પેન્ટાકલ)
તમારી મહેનતનું ફળ ભોગવવા ધીરજ રાખો. નાણાં બીજા પાસેથી કઢાવવાં મુશ્કેલી પડે. વાણી-વર્તનમાં ધ્યાન રાખવું. યુવકો બદલાવનો સામનો કરે. શનિચાલીસાથી લાભ.
વૃશ્ચિક (Scorpio) ઓકટો. ૨૩થી નવેમ્બર ૨૨
(ટેન ઓફ કપ્સ)
લગ્નઇચ્છુક માટે સારા સમાચાર. નાણાકીય વહીવટ ખૂબ સુમેળભર્યો રહે. વડીલોથી ફાયદો. પરદેશ ભણવા જનારા માટે વ્યવસ્થા થાય. યુવકો પોતાનાં કામ બહુ સારી રીતે પાર પાડે. સુંદરકાંડથી લાભ.
ધન (Sagittarius) નવે. ૨૨થી ડિસેમ્બર ૨૨
(ધ સ્ટાર)
શાંતચિત્તે વિચારો. સકારાત્મક વ્યવસ્થા ઊભી થાય. નાણાકીય વ્યવસ્થામાં સાચવવું. ખોવાઈ કે ચોરીનો ભય. તબિયતમાં ઊથલપાથલ થાય. યુવકો પોતે કરેલાં કામનાં મીઠાં ફળ ભોગવવા તૈયાર રહે. બજરંગબાણથી લાભ.
મકર (Capricorn) ડિસે. ૨૨થી જાન્યુઆરી ૨૧
(એઇટ ઓફ કપ્સ)
જિદ્દ છોડો. જતું કરો તો લાભ થાય. નવા વિચારો તથા નવાં સાહસ તમને આગળ વધવામાં મદદ કરે. ઘણા બધા બદલાવ આવે. યુવકોને સાથ સહકાર મળે. મુસાફરીથી લાભ થાય. ગણેશ દર્શનથી લાભ.
કુંભ (Aquarius) જાન્યુ. ૨૧થી ફેબ્રુઆરી ૧૯
(ટુ ઓફ પેન્ટાકલ્સ)
નાણાંની જોગવાઈ બહારથી કરવી પડે. ધીરે ધીરે આગળ વધી શકો. વાણી-વર્તનમાં સાચવવું. વાતાવરણને લગતા રોગ થાય. યુવકો પોતાના રૂપિયા નવું જાણવા માટે રોકે. શ્રીસુક્તમથી લાભ.
મીન (Pisces) ફેબ્રુઆરી ૧૯થી માર્ચ ૨૧
(સેવન ઓફ કપ્સ)
મુશ્કેલીમાંથી માર્ગ મળે. ધનલાભ દેખાય. તબિયત સાચવવી. સરકારી કામોને કુનેહપૂર્વક ઉકેલવાં પડે. યુવકો પોતાની સાહસવૃત્તિ બતાવે. નવાં કામોમાં ઝંપલાવે. મહામૃત્યુંજયથી લાભ.
nandinipatel7 @yahoo.com