Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 03:09:00 AM IST
 

સેક્સ નથી માણી શકતો (કાનમાં કહું)

Apr 03, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 5561
Rate: 4.3
Rating:
Bookmark The Article

કાનમાં કહું - ડો. રાજશેખર બ્રહ્મભટ્ટ

હું ૩૦ વર્ષનો છું. હસ્તમૈથુન કરી શકું છું, પણ પાર્ટનર સાથે સેક્સ નથી માણી શકતો. યોનિપ્રવેશ વખતે લિંગમાં જોઈએ એટલી ઉત્તેજના કે સખ્તાઈ આવતી નથી.

ક્યાંય તમને બ્લડપ્રેશરની બીમારી કે હાર્ટની બીમારી કે ડાયાબિટીસ કે થાઈરોઈડની બીમારી હોય તેવું જણાતું નથી. ક્યાંય તમારું વજન વધારે છે અને બેઠાડુ જિંદગી જીવી રહ્યા છો એવો ઉલ્લેખ નથી. ક્યાંય તમાકુનું સેવન, ગુટકા રૂપે, સિગારેટ રૂપે કર્યાનું લખ્યું નથી. કોઈ મોટી બીમારીથી પીડાતા હો તેવું લખ્યું નથી. કોઈક દવાનું રેગ્યુલર રીતે સેવન કરી રહ્યા છો કે કોઈ નશીલી દવાઓ લો છો કે દારૂનું નિયમિત સેવન કરો છો તેવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એટલે તમને કોઈ જાતનો રોગ નથી, વ્યસનમુક્ત છો, તંદુરસ્ત છો એટલે

શારીરિક કારણોથી સેક્સ સમસ્યા નથી.

શરૂ શરૂમાં જ્યારે સેક્સ માણવા જાવ ત્યારે પહેલી વખતમાં કે થોડાંક પ્રયત્નો બાદ સેક્સ બરોબર માણી શકો તે માટે સેક્સ વિશેની વૈજ્ઞાનિક જાણકારીની જરૂર છે. મિત્રો પાસેથી મેળવેલી કે ચોપડીમાં વાંચેલી નહીં. બીજું પ્રથમસમાગમ વખતે ધ્યાન સમાગમમાં ન હોય અને જો ધ્યાન સમાગમ કે હસ્તમૈથુનના વિચારોમાં જાય તો પણ સમાગમા શક્ય ન બને. ઘણી વાર ફેલ્યોરનો ડર હોય જેથી કરીને સમાગમ વખતે ફેઈલ થાય ને પછી નિષ્ફળતાની હારમાળા શરૂ થાય. તો ઘણી વાર તમે બરોબર હો પણ પાર્ટનર કોઈ અજાણ્યા ડરથી પોતે ટાઈટ થઈ જાય જેથી યોનિપ્રવેશ ન થઈ શકે. કોઈ સારા સેક્સોલોજિસ્ટની મદદ લો. તમે નોર્મલ છો.

હું ૨૭ વર્ષનો છું. બે વર્ષ પહેલાં એક છોકરી સાથે મેં સમાગમ કર્યો હતો, પણ કોન્ડોમ પહેર્યું ન હતું. મારું વીર્ય પણ તેની અંદર ગયું નહોતું. શું મને કોઈ રોગ થઈ શકે?

કોઈ પણ અજાણી વ્યક્તિ જેની સેક્સ્યુઅલ વર્તણુક શું છે, તેની જાણકારી ન હોય તેવી વ્યક્તિ સાથે જો કોન્ડોમ વિના સમાગમ કરો ને જો તે વ્યક્તિ કોઈ જાતના જાતીય રોગથી પીડાતી હોય તો બીજી વ્યક્તિને જાતીય રોગ લાગવાના ચાન્સ વધી જાય છે. તમે બીજી કોઈ ફરિયાદ નથી કરી. બે વર્ષનો ગાળો વીતી ગયો છે, એટલે રોગ લાગવાનો કોઈ ચાન્સ લાગતો નથી. પણ જો પેશાબમાં બળતરા થતી હોય, લિંગ પર ચાંદું હોય, સાથળમાં ગાંઠ આવી હોય, તાવ રહેતો હોય, વજન ઘટતું હોય અને પેશાબમાં પરુ જતું હોય, ખાંસી રહેતી હોય તો તમારા ફેમિલી ડોક્ટરને પૂછી, શારીરિક ને લોહીની તપાસ કરાવવી હિતાવહ છે. 

(લેખક મેરેજ કાઉન્સેલર અને સેક્સોલોજિસ્ટ છે)  

rajsmita@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com