Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 03:30:51 AM IST
 

ખોવાયેલા બાળકની આત્મકથા (અલ્પવિરામ)

Apr 03, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 21554
Rate: 5.0
Rating:
Bookmark The Article

અલ્પવિરામ - રાજેન્દ્ર રાવલ

એક વહેલી સવારે એ યુવાન મહોલ્લાના નાકે તેના હાથમાંનો ફોટો બતાવી બતાવીને લોકોને પૂછી રહ્યો હતો.

આને તમે ઓળખો છો? તે તરુણ વિદેશી હતો. અંગ્રેજીમાં બોલતો હતો એટલે તેની વાત ખાસ કોઈ સમજતું નહીં. તે જે ફોટો દર્શાવતો હતો તે કમળાનો હતો. તે ફોટો જોનારા કહેતાં

અરે! આ તો આપણી કમળાકાકીનો ફોટો છે! એ તરુણને કમળાકાકીને ઘરે જવું હશે!

કોઈ વિદેશી છોકરો કમળાકાકીનું ઘર શોધે છે, જે લોકો જાણતા તે બધા જ અચરજ સાથે કમળાને ઘરે વળી આ કોણ- સવાર સવારમાંની ચર્ચા કરતા.

એ તરુણનું નામ હતું સાચું બ્રિસલે. કમળાકાકીના ઘરે પહોંચ્યા.

કાકી કામકાજમાં વ્યસ્ત હતાં. કમળાનું ઘર બતાવવા આવેલું માણસોનું ટોળું ધીમું પડયું. એકે કહ્યું : આંગળી ચીંધીને, આ કમળાનું ઘર. લોકોને તે વાતમાં રસ હતો કે આ તરુણ કમળાનું ઘર કેમ શોધે છે?

તરુણે કમળાની પરસાળમાં પગ મૂક્યો અને કમળાએ ચીસ પાડી શેરુ?

કમળા શેરુ-શેરુ કરીને તેને ચૂમીઓ લઈ રહી હતી. લોકો હતપ્રભ થઈ ગયા.

મારો શેરુ આવ્યો!

કમળાબાનો શેરુ આવ્યો. ખોવાયેલો શેરુ પરત આવ્યો. અને ગરીબોના મહોલ્લામાં શેરુ પરત આવ્યાનો ઉત્સવ શરૂ થયો. આખા શહેરમાં ખબર પહોંચી. પણ અફસોસ! શેરુને હિન્દી આવડતું નથી. તે અંગ્રેજીમાં બોલે છે! ભાવને ભાષા રોકી શકતી નથી. આખો મહોલ્લો નંદ ઘેર આનંદ ભયોની જેમ હર્ષોલ્લાસ હતો. કમળાનું લગ્ન સૂરસિંહ સાથે થયેલું. સૂરસિંહ વ્યસની અને જંતરમંતરની વિધિઓ કરવામાં રચ્યોપચ્યો હતો એટલે કમળા અને સૂરસિંહ વચ્ચે છૂટાછેડા થયેલા.

બે બાળકો અને કમળાને રખડતાં મૂકી સૂરસિંહ વતનથી દૂર ચાલી ગયેલો. કમળા લોકોનાં ઘરનું કામકાજ કરે અને મોટો પુત્ર ગુડ્ડુ રેલવેસ્ટેશન ઉપર સાફસફાઈ- રેલવેના ડબ્બા સાફ કરવાનું કામ કરે.

સાથે ક્યારેક ગુડ્ડુ તેના ચાર-પાંચ વર્ષના નાના ભાઈ શેરુને પણ રેલવેસ્ટેશન લઈ જાય. એક દિવસે કમળાનો મોટો દીકરો ગુડ્ડુ ખંડવા રેલવેસ્ટેશને મજૂરી કરવા જતો હતો. સાથે તેના નાના ભાઈ શેરુને પણ લઈ જતો. બંને ભાઈ રેલવે સ્ટેશને ભીખ માગતા- ગાડી ઊપડે પછી મજૂરી કરતા, સાફ-સફાઈ બધું જ.

ભીખ માગવા ગુડ્ડુ એક દિવસ ખંડવાથી બુરહાનપુર રેલગાડીમાં જતો હતો સાથે તેનો નાનો ભાઈ શેરુ. ગુડ્ડુ ભીખ માગતો હતો અને નાના શેરુને ઊંઘ આવી ગઈ એટલે સીટ નીચે લપાઈને સૂઈ ગયો.

આગળના ડબ્બામાંથી ગુડ્ડુ ભીખ માગીને તેના ભાઈને લેવા માટે આવ્યો ત્યારે શેરુ જગા પર હતો નહીં. ચોક્કસ તે ટ્રેનમાંથી નીચે પડી ગયો હશે!

તેણે રોકકળ કરી અને સ્ટેશન આવ્યું એટલે ઊતરી ગયો અને સીટ નીચે સૂતો ચાર-પાંચ વર્ષની ઉંમરનો નાનો શેરુ કોલકાતા પહોંચી ગયો.

જાગ્યો અને જોયું તો મોટો ભાઈ તેની સાથે હતો નહીં... હિન્દી ફિલ્મોની જેમ બંને ભાઈ વિખૂટા પડી ગયા. પરંતુ આ ઘટના ફિલ્મ નથી સત્યઘટના છે. મધ્યપ્રદેશના ખંડવા શહેરની. ખંડવામાં ગણેશ તલાઈ નામનો વિસ્તાર આવેલો છે. અને આ વિસ્તારમાં કમળાનો મહોલ્લો છે. કમળા ત્યક્તા છે. મોટો પુત્ર રેલવેસ્ટેશને મજૂરી કરે છે અને નાનો શેરુ છેલ્લાં વીસ વર્ષથી લાપતા. એ લાપતા પુત્રનો આજે પતો મળ્યાનો આનંદ આખા ખંડવાને છે!

શેરુ ક્યાં ગયો હતો? ક્યાં હતો!

એ સવારે કોલકાતા રેલવે સ્ટેશનેથી પોલીસને એક લાવારિસ બાળક મળેલું તેનો અતોપતો હતો નહીં એટલે સ્થાનિક પોલીસે શેરુને કોલકાતાની નવજીવન સંસ્થામાં સોંપી દીધો. શેરુને આ સંસ્થાએ આશરો આપેલો. થોડાક દિવસ થયા. નવજીવન સંસ્થામાં ઓસ્ટ્રેલિયાથી એક નિઃસંતાન દંપતી દત્તક બાળકની શોધમાં કોલકાતા આવેલું. નવજીવન સંસ્થામાં આશ્રય લઈ રહેલા શેરુને આ દંપતીએ દત્તક લીધો. કાયદેસરની વિધિ કર્યા પછી એ કરોડપતિ દંપતી શેરુને ઓસ્ટ્રેલિયા લઈ ગયું. ઓસ્ટ્રેલિયા ગયા પછી શેરુનું નામ બદલાઈ ગયું. શેરુમાંથી સેરો થયું.

સેરો ઓસ્ટ્રેલિયાની કેનબેરા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયો. તેના પાલક પિતા જેમ બ્રિબલનો ઓસ્ટ્રેલિયામાં કૃષિ આધારિત મોટો વ્યવસાય- ઓસ્ટ્રેલિયાના નામાંકિત ઉદ્યોગપતિનો સેરો પુત્ર જે હાલમાં તેના પિતાનો વ્યવસાય સંભાળે છે.

શેરુ ઉર્ફે સેરો ઓસ્ટ્રેલિયાનો સફળ બિઝનેસમેન ખરો, પણ ક્યારેક ક્યારેક તેના દિલ અને દિમાગમાં મધ્યપ્રદેશનું ખંડવા દસ્તક દઈ જતું. તો ક્યારેક ગણેશ તલાઈ વિસ્તાર તો ક્યારેક તેની મા કમળા! શેરુના અચેતન મનમાં જે સળવળાટ થતો તેને તે રોકી શક્યો નહીં.

ગૂગલ અર્થ ઉપર આંગળીઓ અટકી અને તેના સ્ક્રીન ઉપર ખંડવા ખળભળ્યું!

પછી તો ગણેશ તલાઈ વિસ્તાર!
શેરુનું મન તેની ‘મા’ના હાથના રોટલાનો ટુકડો આરોગવા તૈયાર થયું.

તેના પિતા જોન બ્રિબલની સંપત્તિ લઈને સેરો ઉર્ફે શેરુ એક દિવસે ખંડવા રેલવેસ્ટેશને ઊતર્યો. જે સ્ટેશનના ગંદા પ્લેટફોર્મ પર તેને સૂવડાવીને ભાઈ મજૂરી કરતો તે સ્ટેશન પર ઓસ્ટ્રેલિયાના સફળ બિઝનેસમેન સેરોનું ડગલું રોમાંચિત હતું.

સેરો શોધતો શોધતો ગણેશ તલાઈ પહોંચ્યો અને ત્યાંથી માણસોનું એક ટોળું એ તરુણને તેની મા પાસે લઈ ગયું- મધ્યપ્રદેશનું આખું ખંડવા શહેર તે દિવસે ખુશીથી નાચ્યું હતું.

‘ધરમવીર’, ‘અમર અકબર એન્થની’, ‘સુહાગ’ જેવી હિન્દી ફિલ્મોમાં તમે વિખૂટા પડેલા બાળકની કથા જોઈ હશે.

ખંડવા શહેરે તો રિયલ લાઈફમાં ‘ધરમવીર’ જોઈ છે?

હિન્દી ફિલ્મોને હિટ બનાવવા માટે બાળકોને વિખૂટાં પાડવાં- પછી ભેગાં કરવા આ બધા નુસખા થાય છે, પણ અહીં રિયલ લાઈફની કમળાનો દીકરો ઓસ્ટ્રેલિયાનો ઉદ્યોગપતિ છે અને હમણાં કમળા ઓસ્ટ્રેલિયા છે તેના દીકરા શેરુ સાથે, સેરો બ્રિબલ સાથે.        

rajendrarvl@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com