Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:10:55 PM IST
 

ગુજરાતી ભાષા-બોલી: વ્હાલ, વેરાયટી અને વિરોધાભાસ! (યંગિસ્તાન)

Apr 03, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1177
Rate: 3.6
Rating:
Bookmark The Article

યંગિસ્તાન - ભાવિન અધ્યારુ

પાનસિંહ તોમર’ જેવી અદ્ભુત ફિલ્મ રિલિઝ થાય અને જેટલી ચર્ચા પાનસિંહ નામના વ્યક્તિત્વ, ઇરફાનખાનની જબરદસ્ત અભિનયની તાકાત અને તિગ્માંશુ ધુલિયાના બાહોશ દિગ્દર્શનની થાય એટલી જ ચર્ચા અને ધ્યાન જો કોઈ વસ્તુમાં ગયું હોય તો એ છે મધ્યપ્રદેશના ભીંડ, મુરૈના, ચંબલ વિસ્તારમાં બોલાતી બોલીની. ફિલ્મમાં ભંવરસિંહ એના પિતરાઈ ભાઈ પાનસિંહને ધમકી આપતા કહે, “મોડા-મોડી ઝિંદા નઈ રહેગો!” દર્શકો તરત અંદરોઅંદર ગણગણાટ કરવા લાગે, નીચે અંગ્રેજી સબટાઇટલ્સ આવતા હોઈ બધું જ સમજાય છે, પણ એમ.પી.ની એ બોલી એક કુતૂહલ સર્જે છે. ધીમે ધીમે લોકો થોડા અવગત યથા હોઈ સમજે છે કે ‘મોડા-મોડી’ એટલે ‘દીકરો-દીકરી.’

બીજી તરફ ‘કહાની’ ફિલ્મ ચાલી રહી છે, કોલકાતાની ભીડ-ભાડવાળી ગલીઓનું ફિલ્માંકન બેહદ ખૂબસૂરત રીતે થયું હોઈ દર્શકો તરત જ ઓતપ્રોત થઈ ફિલ્મમાં ખોવાઈ જાય છે. ફિલ્મમાં ઇન્સ્પેક્ટર સત્યોકી સિંહા પોતાના પતિની શોધખોળ કરતી વિદ્યા બાગચીને સતત ‘આઉટ ઓફ ધ બોક્સ’ મદદ કરતો રહે છે. વાતવાતમાં સત્યોકી, વિદ્યા બાગચીને કહે છે, “હમારે યહાં હર એક વ્યક્તિ કે દો નામ હોતે હૈં, એક ‘ડાક નામ’ ઔર એક ‘ભાલો નામ’. ‘ડાક નામ’ એટલે બીજુ કંઈ નહીં, પણ આપણે ત્યાં જે ‘હુલામણું નામ’ કહીએ છીએ એ જ. ‘ભાલો નામ’ એટલે સાચું નામ. અહીં સત્યોકીનું ‘ડાક નામ’ રાણા હોય છે.

ખૈર આખી વાત અહીં સ્થાનિક બોલીની થઈ રહી છે. ગુજરાતી ભાષાની વાત કરીએ તો બાર ગામે બોલી બદલાય’ એ જૂની અને જાણીતી વાત છે. મોડર્નાઇઝેશન અને ટેક્નોલોજીનાં અનેક વાવાઝોડાં છતાં પણ આપણા ગરવી ગુજરાતે તેની અસ્સલ બોલીઓ જાળવી રાખી છે.

મોટે ભાગે બોલી આસપાસના માહૌલ, ઇતિહાસ, પૂર્વજો અને વાતાવરણથી અસ્તિત્વમાં આવતી હોય છે અને સમય જતાં એમાં ફેરફાર આવતા રહે છે. ૧૭મી સદીમાં પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને બીજી નાની-મોટી યુરોપીય પ્રજા આપણે ત્યાં વેપાર કરવા આવતી-જતી રહી. રસીદ, ડોક્ટર, ટેબલ, ગુમાસ્તો, તાજગી, ગુલાબ, તવંગર, પ્યાલો જેવા શબ્દો ફારસી, અરેબિક, ડચ મૂળમાંથી આવેલા છે.

બોલીના કેસમાં તો જે તે પ્રદેશના ભૂગોળની એના પર સ્પષ્ટ અસર વર્તાય છે. અમદાવાદનું પાણી ઉત્તર ગુજરાતમાં પોંણી’ બને. ‘કેટલા’ એ ‘ચેટલા’ બની જાય. ‘દહેગામ’ને ‘દેગામ’ અને ‘મહેસાણા’ એ ‘મેંહોણા’ તરીકે બોલાય.

ચરોતરમાં ‘હેડય’ (ચાલ), બરદ્યો (બળદ), ‘થ’ કે ‘વ’ ને ‘અ’ કે ‘જ’ વાપરી બોલાય છે. જેમ કે ‘વાંદરું’ના બદલે ‘ઓંદરું’ અને ‘યશ’ના બદલે ‘જહ’. ‘સાસુ’ કાઠિયાવાડમાં ‘હાહુ’ બની જાય છે. ‘સસરા’ ‘હહરા’ તો સુરતી બોલીમાં ‘હહરિનો’ બહુ પ્રચલિત રૂઢિપ્રયોગ છે બોલચાલમાં.

અમદાવાદમાં અને સુરતમાં કાઠિયાવાડીઓનું પ્રમાણ જબરદસ્ત! કેટલાક કાઠિયાવાડી શબ્દો પર નજર ફેરવવી ખૂબ રસપ્રદ બની રહેશે. સાઇકલની ઘંટડી માટે સૌરાષ્ટ્રમાં ટિંકોરી’ શબ્દ વપરાય છે. ડબલી કે ડબ્બી એ ‘શીશી’ (બોલચાલમાં તો ‘હીહી’ બોલાય છે!) પાણીની બોટલ ‘શીશો’ ઓળખાય છે. સંડાસ માટે તો ‘પાયખાનું’ અને ‘ખરચુ’ જેવા એકદમ યુનિક શબ્દો છે. ‘પાછળ’ના બદલે ‘વાંહે’ બોલાય. ‘ખુલ્લા’ ‘છુટ્ટા’ બને છે. ખિસ્સું અને ગજવું ‘ખીરચુ’ બોલાય છે. ઇસ્ત્રીને કેટલાક લોકો ‘પારસી કરી’ એમ બોલે છે. વાસણ રાખવાના સાધનને ‘માચી’ કે ‘ખાટલી’ કહે છે. અમદાવાદનો ‘દૂધ હલવો’ રાજકોટમાં ‘થાબડી’ તરીકે ઓળખાય છે. ‘એઠું મૂકવું’ મધ્ય-ઉત્તર

ગુજરાતમાં ‘છાંડવું’ બને છે. ‘સાથે આવવું’ ‘હંગાથે’ એવું ઉત્તર ગુજરાતમાં બોલાય છે.

જૂનાગઢનાં દૂધીનાં ઢોકળાં અમદાવાદમાં ‘મુઠિયા’ બને છે. કચ્છી બોલીમાં બહેન માટે ‘ભેણ’ શબ્દ વપરાય છે, જેના પરથી ગાળો પણ બોલાય છે. ‘પાંઉભાજી’ એ ‘ભાજીપાંઉ’ બને એ તો ઠીક, પૂરા અમદાવાદમાં ‘માંડવી’ બોલીએ તો કોઈ ન સમજે, ‘સિંગ’ બોલવું પડે. ‘ટમેટાં’ એ ‘ટામેટાં’ બની જાય. ખાડ એ નડિયાદ-આણંદમાં ‘મોરસ’ બની જાય. સુરતમાં ‘ત’ ‘ટ’ બને અને ‘ટ’ ‘ત’ બને. ‘હતો’ ‘ઉતો’ બને અને ‘નહીં’ એ ‘ની’ બની જાય. ‘પાણીપુરી’ને અહીં ‘પકોડી’ તરીકે ઓળખાય. સોરાષ્ટ્રમાં ‘દુકાન સાંજે વધાવી કહેવાય.’ એ જ પ્રક્રિયા અમદાવાદમાં ‘વસતી કરી કહેવાય’. બીજી બાજુ વ્યક્તિને ‘પાર્ટી’, ‘બોસ’, ‘અલ્યા’ અમદાવાદમાં છૂટથી વપરાય છે. ગોધરા બાજુ ‘ટયૂબલાઇટ’ને ‘ટયૂબ લાકડી’ અને ‘રૂમાલ’ને ‘હાથરૂમાલ’ કહેવાય. પાણિયારું, ડામચિયો, થડો-ગલ્લો, ‘પત્તર ઠોકમા’, મેથી મારવી, ‘પત્તર રગડવી’ દરેક શબ્દોની એક પોતાની ફ્લેવર છે.

સૌરાષ્ટ્રમાં ગાળો બોલતી વખતે પાછળ ‘નોનીનુંના’ અને ‘પેટના’ લગાડવામાં આવે અને એ જ ગાળ અમદાવાદ, સુરત, વડોદરામાં જુદી રીતે બોલાય એ સ્વાભાવિક છે. મસ્ત મજાની છોકરી જોઈને સૌરાષ્ટ્રનો છોકરો બોલી ઊઠે. ‘ચાકા જેવી છે, જન્નાટો છે, પિસ્ટન છે.’ બરફના ‘ગોલા’ ‘ગોળા’ બને, ‘અગાશી’ ‘ધાબું’ બને. ‘બટેટા’ એ ‘બટાકા’ અને ‘લીલાં રિંગણાં’ ‘રવૈયાં’ બને. તો પણ કાઠિયાવાડી બોલી સાંભળી અમદાવાદી હસી નાખે. અમદાવાદી ઉચ્ચારણ સાંભળી સુરતી, કચ્છી, કાઠિયાવાડી અકળાઈ ઊઠે. લહેકો, શબ્દો, અભિવ્યક્તિ અલગ અલગ છે, પણ ‘બોલી’ જેવો રસપ્રદ વિષય ભાગ્યે જ ચર્ચાય છે. શું કહો છો તમે?

bhaween.smarty@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com