Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 09:47:54 PM IST
 

ચીનની શાળામાં પુસ્તકોની જગ્યા આઈપેડ લેશે

Apr 03, 2012 World
 
Tags:   China School Ipad Books China Students China comment     E-Mail     Print    
 
Viewed: 1831
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

બેઈજિંગ 3, એપ્રિલ

ચીનની એક શાળામાં વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં પુસ્તકોની જગ્યાએ આઈપેડ વાપરતાં જોવા મળશે. સ્કૂલનાં મેનેજમેન્ટ દ્રારા ક્લાસમાં ગેજેટ્સ વાપરવાની મંજૂરી આપવાનાં યોજના બનાવવામાં આવી રહી છે.

ચીનનાં નેનજિંગ શહેરની જીલિંગ હાઈસ્કૂલમાં અગાઉ માત્ર ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષણ કરવાનાં મુદ્દે આઈપેડ વાપરવાની અનુમતિ આપવામાં આવી હતી. હવે સ્કૂલનાં મેનેજમેન્ટ દ્રારા આ નીતિને સ્કૂલની તમામ કક્ષાઓમાં લાગુ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

ચીનના 'સ્કૂલ ઈન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ' નાં ઉપ નિર્દેશક સિન ક્યૂઈહુઆએ જણાવ્યું હતું કે, આઈપેડ વિદ્યાર્થીઓનાં માથેથી દફતરનો ભાર ઓછો કરી દેશે. જો કે ગેજેટ્સ દ્રારા બાળકોનાં સ્વાસ્થયને નુકશાન પહોંચશે કે કેમ તે પણ વિચારવામાં આવશે. ઉપરાંત બાળકો આઈપેડને માત્ર ગેમનું સાધન બનાવી દેશે તેવી પણ બીક વ્યક્ત કરવામાં આવી રહી છે.

જો કે સ્કૂલની આચાર્યાં મેંગ ક્યૂને જણાવ્યું હતું કે, "શાળાનાં શિક્ષકો દ્રારા આઈપેડ પર નિયંત્રણ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓને તેમાં ગેમ્સ નાંખવાથી રોકવામાં આવશે."


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com