મુંબઈ 3, એપ્રિલ
હિન્દી સિનેમા જગતમાં શોલે ફિલ્મથી વધુ કોઈ ફિલ્મ હિટ આજ સુધી રહી નથી. વીણા મલિક આ ફિલ્મ જોઈને જ અમિતાભ બચ્ચનથી પ્રભાવિત થઈ હતી. વીણા મલિકનાં કહેવા પ્રમાણે તે અમિતાભ બચ્ચનની ફેન છે અને તે નાનપણથી તેમની ફિલ્મો જોતી આવી છે.
હાલમાં તે સ્વયંવર દ્રારા નિકાહ કરવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે તેણે એવું કહ્યું છે કે તેને અમિતાભ બચ્ચન જેવો પતિ જોઈએ છે. હાલમાં વીણા 'રજની કી લગ ગઈ આગ' ફિલ્મમાં વ્યસ્ત છે. જો કે આ ફિલ્મ રજનીકાંત પર આધારિત નથી. આ ફિલ્મનાં નિર્દેશક મનોજ કુમાર છે. જેમાં ધર્મેન્દ્ર પણ છે. તે પોતાની જાતને ધર્મેન્દ્રની પણ ફેન કહે છે.
વીણાએ આ ફિલ્મને લઈને કહ્યું હતું કે, "મને ધર્મેન્દ્રની સાથે કામ કરવાની મજા આવી, પરંતુ મારી ઈચ્છા અમિતાભ સાથે કામ કરવાની છે. જો મને તેમની સાથે કામ કરવાની ઓફર મળશે તો હું તરત જ હા પાડી દઈશ."