Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 07:07:48 AM IST
 

ભેલ FPOનું ડીઆરએચપી સેબીમાંથી પરત ખેંચશે

Apr 03, 2012 Business > Corporate News
 
Tags:   BHEL Order SEBI FPO comment     E-Mail     Print    
 
Viewed: 544
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા.૩

પીએસયુ કંપની ભેલે તેની ફોલો ઓન ઓફરના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સને શેરબજાર નિયમનકાર સેબીમાંથી પરત ખેંચી લેવાનું જણાવ્યું છે. ભેલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બેઠકમાં એફપીઓના દસ્તાવેજો પરત ખેંચવા માટે મંજૂરી આપી હતી. કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રી અને ડીપાર્ટમેન્ટ ઓફ ડિસઈન્વેસ્ટમેન્ટ તરફથી ન વાંધા રસીદ મળતાં સેબીમાંથી ડીઆરએચપી પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો.

ભેલ દ્વારા એફપીઓ લાવવા માટે સપ્ટેમ્બરમાં સેબીમાં દસ્તાવેજો ફાઈલ કર્યા હતાં. ભેલના એફપીઓ માટે કેન્દ્રે પાંચ ટકા હિસ્સાના વેચાણ થકી રૂ . ૪,૦૦૦ કરોડ એકત્રિત કરવાની યોજના હતી. એફપીઓ માટે સરકારે જુલાઈમાં મોર્ગન સ્ટેન્લી, ડીએસપી મેરિલ લિન્ચ(બેંક ઓફ અમેરિકા), આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીસ અને કોટક મહિન્દ્રા કેપિટલની મર્ચન્ટ બેન્કર્સ તરિકે નિમણૂક કરી હતી. ભેલમાં સરકારનો ૬૭.૭૨ ટકા હિસ્સો રહેલો છે.

ભેલનો નફો ૧૪.૬ ટકા વધીને રૂ . ૩,૨૦૮ કરોડ થયો
નાણાકિય વર્ષ ૨૦૧૧-૧૨ના અંતે ભેલનો નેટ નફો ૧૪.૬ ટકા વધીને રૂ . ૩,૨૦૮ કરોડ થયો હતો. જ્યારે ગત નાણાકિય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ . ૨,૭૯૮ કરોડ હતો. દરમિયાન પ્રોવિઝનલ નેટ નફો ૧૪.૨ ટકા વધીને ૬,૮૬૮ કરોડ થયો હતો જે અગાઉના આજ ગાળામાં રૂ . ૬,૦૧૧ કરોડ હતો. કંપનીનું ટર્નઓવર ૧૩.૭ ટકા વધીને ૪૯,૩૦૧ (રૂ . ૪૩,૩૩૭) કરોડ થયું હતું. નાણા વર્ષમાં ઓર્ડર ૬૩.૪ ટકા ઘટીને રૂ . ૨૨,૦૯૬ (રૂ . ૬૦,૫૦૭) કરોડ નોંધાયા હતાં.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com