Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:04:06 PM IST
 

ભૂજ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્કમાં વહીવટદાર નિમાયા

Apr 03, 2012 Business > Corporate News
 
Tags:   Bhuj Mercantile Bank RBI Bank comment     E-Mail     Print    
 
Viewed: 461
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૩

ભૂજ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્કમાં રિઝર્વ બેન્કનું રેક્વિઝિશન મળતા સહકારી રજિસ્ટ્રાર દ્વારા વહીવટદાર નીમી દેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો ભંગ કર્યો હોવાનું આરબીઆઇના ઇન્સ્પેક્શનમાં માલૂમ પડયું હતું.

આરબીઆઇની તપાસમાં આ બેન્કમાં અનેક અનિયમિતતાઓ જોવા મળી હતી. આ બેન્ક પર સામાજિક સુરક્ષા કવચ યોજના હેઠળ ડિપોઝિટર્સ માટે ગેરંટીડ લાઇફ ટાઇમ પેન્શન આપવાનો વાયદો કરીને થાપણદારોને છેતર્યા હોવાનો આરોપ છે. આ ડિપોઝિટ સ્કીમની ટર્મ પૂરી થયા બાદ થાપણદારોને લમસમ રકમ રિફંડ લઇ લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેથી કરીને વાયદો કર્યા પ્રમાણે પેન્શન ચુકવવું ન પડે. દરમિયાન બેન્કના સ્થાપક એમ.એચ મોરબિયા હાલ ભૂગર્ભમાં જતો રહ્યો છે. સહકારી રજિસ્ટારની ભૂજ ખાતે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવશે. ભૂજ મર્કન્ટાઇલની સિસ્ટર કન્સર્ન બેન્ક કચ્છ મર્કન્ટાઇલ બેન્કમાં પણ વહીવટદાર નીમી દીધા છે. છેલ્લા એક વર્ષથી આ બેન્ક આરબીઆઇની નજરમાં હતી. હાલ આ બેન્કમાં ૧૦,૦૦૦ની મર્યાદામાં બેન્કિંગ વહેવારો કરવાની છૂટ આપવામાં આવી છે.   
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com