મુંબઇ, તા. ૩
સેબી પાસેથી શેરબજારોને લિસ્ટિંગ કરવાની મંજૂરી મળ્યા બાદ મુંબઇ શેરબજાર આઇપીઓ લાવવાની તૈયારીમાં લાગી ગયું છે. કદાચ આગામી ત્રણથી ચાર મહિનામાં લિસ્ટિંગ કરાવવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં મળનારી બોર્ડ મિટિંગમાં બીએસઇની બોર્ડ મિટિંગમાં આઇપીઓ લાવવાના મુદ્દા અંગે વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ લિસ્ટિંગ માટે શેરધારકોની મંજૂરી લેવા માટે ઇજીએમ બોલાવવામાં આવશે. હાલ બીએસઇમાં ૬,૦૦૦ શેરહોલ્ડર્સ છે.
બીએસઇનું વેલ્યુએશન ત્રણથીચાર હજાર કરોડનું આંકવામાં આવશે. ૨૦૦૭માં બીએસઇને કંપનીમાં ફેરવવામાં આવ્યું છે. લિસ્ટિંગ પહેલા ત્રણ ડાયરેક્ટરોને રાજીનામું આપવું પડશે. સેબીના નિયમો પ્રમાણે લિસ્ટિંગ માટે ઓછામાં ઓછી રૂ . ૧૦૦ કરોડની નેટવર્થ હોવી જોઇએ. કોઇપણ સ્ટોક એક્સચેન્જ પોતાના પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થઇ શકશે નહીં. ટ્રેડિંગ અને ક્લિયરિંગ સભ્ય એક્સચેન્જના બોર્ડમાં રહી શકશે નહીં. સાથે કોઇ પણ રોકાણકારની પાસે પાંચ ટકાથી વધુ શેરો રાખી શકાશે નહીં. બીજા એક્સચેન્જ, બેન્કો અને વીમા કંપનીઓની ઇક્વિટી ૧૫ ટકાથી વધારે રાખી શકાશે નહીં. લિસ્ટિંગ થયે ૫૧ ટકા ઇક્વિટી પબ્લિકની રહેશે.
- આગામી ત્રણ ચાર માસમાં લિસ્ટિંગની શક્યતા
એમસીએક્સ અને સેબીની વચ્ચે પણ શેરહોલ્ડિંગને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. એનએસઇ પણ પોતાનું એક્સચેન્જ લિસ્ટ કરાવી શકશે. દેશના શેરબજારો પરિપક્વ છે. તેના લિસ્ટિંગથી રોકાણકારોને પણ ફાયદો થશે.