Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 06:41:21 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

જ્વેલર્સની હડતાળ ૧૯માં દિવસમાં પ્રવેશી

Apr 03, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Gold Ahmedabad Strike Loss Market Silver comment     E-Mail     Print    
 
Viewed: 1009
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૩

જ્વેલર્સની હડતાળ હવે ઉગ્ર સ્વરૂ પ ધારણ કરી રહી છે. આજે આખા રાજ્યમાં ઠેર ઠેર એક જ સમયે ચક્કા જામના કાર્યક્રમો યોજાયા હતાં. એસ.જી હાઇવે બાદ બપોરે માણેકચોક વિસ્તારમાં પણ દેખાવો યોજાયા હતાં. ત્યારબાદ સાંજે ઘાટલોડિયામાં પણ મોટી સભા યોજાઇ હતી. હવે બુધવારે લિંબડીમાં બપોરે ત્રણથી છ દરમિયાન મોટી સભા યોજાવાની છે. આ ઉપરાંત કેટલાક આગેવાનો  મુંબઇની મિટિંગમાં હાજરી આપવા જશે. આ મિટિંગમાં હડતાળની આગળની રણનીતિ ઘડાશે.

  • આખા રાજ્યના મોટા શહેરોમાં એક જ સમયે ચક્કા જામ કરાયો
  • સાંજે ઘાટલોડિયામાં મોટી સભા યોજાઇ
  • આજે મુંબઇમાં આખા દેશના આગેવાનોની મિટિંગ

ગુજરાત જ્વેલર્સ એસોસિયેશનના સભ્ય મનોજ સોનીના જણાવ્યા પ્રમાણે નિર્ણય લેવામાં ઢીલ કરીને સરકાર ટેક્સની આવકમાં પણ નુકસાન કરી રહી છે. સોનીભાઇઓ પોતાના નફામાં કાપ મૂકીને પણ ટેક્સ આપી શકે પરંતુ ઇન્સ્પેક્ટર રાજ તો હરગિજ ખપે એમ નથી. દરમિયાન માણેકચોકમાં પણ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.
છેલ્લા ૧૮ દિવસમાં સોનીભાઇઓએ લાખો કરોડો રૂ પિયાનો બિઝનેસ ગુમાવ્યો છે. આખા દેશમાં જ્વેલરી બિઝનેસે લગભગ ૮૦ અબજ રૂ પિયાનો ધંધો ગુમાવ્યો છે, તો સામે સરકારે લગભગ સવા અબજથી વધુની કરવેરાની આવક ગુમાવી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com