નવી દિલ્હી, તા. ૩
ફ્યૂઅલ સપ્લાય એગ્રીમેન્ટ (એફએસએ) હેઠળ કોલ ઇન્ડિયા માટે રાષ્ટ્રપતિએ નિર્દેશો જારી કર્યા છે. કંપની મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનની કલમ ૩૭ હેઠળ જારી થયેલા આ નિર્દેશ પ્રમાણે કોલ ઇન્ડિયાએ એફએસએનું પાલન કરવું જ પડશે.
હવે સરકાર ઝડપથી કોલ ઇન્ડિયાને પાવર સપ્લાય કરારો કરવાનો આદેશ આપશે. કોલ ઇન્ડિયાને પાવર કંપનીઓ સાથે કરાર કરવાનો આદેશ આપશે. કોલ ઇન્ડિયાએ ૨૦ વર્ષ સુધીના એફએસએ કરવાના છે. જો કોલ ઇન્ડિયા કરારના ૮૦ ટકાથી ઓછા કોલસાનો સપ્લાય કરે તો તેમને દંડ થઇ શકશે. કોલ ઇન્ડિયાના શેર હોલ્ડર ટીસીઆઇ આનો વિરોધ કરી રહ્યું છે, તેનું કહેવું છે કે, શેરહોલ્ડર્સના હિતોને સરકાર નજરઅંદાજ ન કરી શકે.