મુંબઈ : ૩ એપ્રિલ ૨૦૧૨
‘ટાઈટેનિક’ ડૂબ્યાની ૧૦૦મી તિથિની યાદમાં આ ફિલ્મને ૩ડ્ઢ અવતારમાં અંગ્રેજી, હિન્દી, તેલુગુ અને તમિળ એમ ચારેય ભાષામાં રજૂ કરવામાં આવી રહી છે.
જો તમે સદીની યાદગાર ફિલ્મો પૈકીની એક ‘ટાઇટેનિક’ જોઇ હશે તો તમને લિયોનાર્ડો ડિકાપ્રિયોનો એ પેઇન્ટિંગ સિન યાદ હશે. આ સિનમાં કેટ વિન્સલેટ ફક્ત પેઇન્ટિંગ કરાવવા ખાતર લિયોનાર્ડોની સામે સંપૂર્ણ નગ્ન થઇ જાય છે. ભારતમાં પાંચમી એપ્રિલે રિલીઝ થનારી ‘ટાઇટેનિક’ ૩ડ્ઢ વર્ઝનમાં આ સિન જોવાનો આનંદ જ કંઇક ઓર હશે.
વર્ષ ૧૯૯૭માં જ્યારે ‘ટાઇટેનિક’ રિલીઝ થઇ ત્યારે આ ફિલ્મના બે દૃશ્ય કાપી નાંખવામાં આવ્યા હતા. પરંતુ, ‘ટાઇટેનિક’ના લેટેસ્ટ ૩ડ્ઢ વર્ઝનમાં આ બંને સિન કાપવામાં નથી આવ્યા અને તેથી સીબીએફસીએ તેને સેન્સર રેટિંગ ર્સિટફિકેટ આપ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ ૧૯૯૭માં ‘ટાઇટેનિક’ રિલીઝ થઇ ત્યારે તેના બે દૃશ્ય સેન્સર્ડ કરાયા હતા, પરંતુ આ વખતે ભારતીય દર્શકોને ૩ડ્ઢ વર્ઝનમાં આ દૃશ્યો જોવા મળશે. આ ફિલ્મ ભારતભરમાં પાંચમી એપ્રિલે અંગ્રેજી, હિન્દી, તેલુગુ અને તમિળ એમ ચારેય ભાષામાં રિલીઝ થશે. ‘ટાઇટેનિક’ ડૂબ્યાની ૧૦૦મી તિથિની યાદમાં આ ફિલ્મને ૩ડ્ઢ અવતારમાં રજૂ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના વર્ષ ૨૦૧૨માં બની હતી. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા મહાન દિગ્દર્શક જેમ્સ કેમરૃને ‘ટાઇટેનિક’ ફિલ્મ બનાવી હતી.
આ અંગે કેટ વિન્સલેટ કહે છે કે, “હવે અમે ઘણાં અલગ લાગીએ છીએ, અમે થોડા ઘરડા થઇ ગયા છીએ. લિયો ૩૭નો અને હું ૩૬નું છું. જ્યારે આ ફિલ્મ બની ત્યારે હું ૨૧ અને લિયો ૨૨ વર્ષનો જ હતો. તમે જાણો છો કે, તે હવે પહેલા કરતા જાડો થઇ ગયો છે, હું પાતળી થઇ ગઇ છું.”