Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 08:13:42 AM IST
 

આઈપીએલમાં આજથી રનની રમઝટ

Apr 03, 2012 Sports > IPL 2013
 
Tags:   Cricket IPL 5 Chennai Super Kings Mumbai Indians comment     E-Mail     Print    
 
Viewed: 417
Rate: 5.0
Rating:
Bookmark The Article

ચેન્નાઇ, તા. ૩

પ્રારંભે જ મુંબઇ ઇન્ડિયન્સ-ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રસપ્રદ ટક્કર

ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી સિઝન માટે રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે. બુધવારે ચેમ્પિયન્સ લીગમાં ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને છેલ્લા બે વખતની આઇપીએલમાં ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો ખેલાશે. આગામી ૫૪ દિવસ સુધી સાથે રમતા પ્લેયર્સ સામ-સામે આવી જશે. ઇન્ડિયન પ્રીમિયર લીગના અસ્તિત્વ માટે આ પાંચમી સિઝન ખૂબ જ મહત્ત્વની છે. છેલ્લી બે સિઝનથી આઇપીએલને ક્રિકેટપ્રેમીઓ તરફથી મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સિઝનમાં પણ આઇપીએલને મોળો પ્રતિસાદ મળશે તો તેના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાઇ જશે. આઇપીએલમાં આ વખતે કુલ ૯ ટીમ ભાગ લઇ રહી છે અને તેમની વચ્ચે ૭૬ મેચ રમાશે. આગામી દોઢ મહિનામાં રનની રમઝટ, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળશે એ પાક્કું છે.

આજે રસપ્રદ ટક્કર

ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આવતીકાલે યોજાનારી ટક્કર રસપ્રદ બની રહેશે. સચિન તેંડુલકર પ્રથમ વાર માત્ર પ્લેયર તરીકે આઇપીએલમાં રમતા જોવા મળશે. હરભજનસિંહ મુંબઇ ઇન્ડિયન્સની આગેવાની સંભાળશે. સચિન ઉપરાંત રિચાર્ડ લેવી, રોહિત શર્મા, કેરોન પોલાર્ડ, લસિત મલિંગા જેવા ધરખમ પ્લેયર્સ છે. બંને ટીમ કુલ ૯ વાર એકબીજા સામે ટકરાઇ છે. જેમાંથી પાંચમાં મુંબઇનો અને ચારમા ચેન્નાઇનો વિજય થયો છે.

૧૦ સેકન્ડ જાહેરાતનો ભાવ ૪.૫૦ લાખ

આઈપીએલ-૫ માટે ૧૦ સેકન્ડનો ભાવ ૪.૫૦ લાખ રાખવામાં આવ્યો છે. જે ગત વર્ષ કરતા થોડો ઓછો છે. આઈપીએલની ચોથી સિઝનમાં ૧૦ સેકન્ડનો ભાવ ૫ લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે. આ પરથી એમ અંદાજ લગાવી શકાય કે ગત વર્ષ કરતા લોકપ્રિયતા ઘટાડો નોંધાયો છે. આઈપીએલમાં એક મેચ દરમિયાન ૨૪૦૦ સેકન્ડ જાહેરાતનો સ્લોટ હોય છે. જેમાં હજુ સુધી ૧૦૦૦ સેકન્ડનો સ્લોટ વેચાયો છે. જોકે જાહેરાતનો સ્લોટ ન વેચાયો હોવા છતા સેટ મેક્સના માલિકોને ચિંતા નથી કારણ કે તેમને વિશ્વાસ છે કે જેમ આઈપીએલ આગળ જશે તેમ વધા જ સ્લોટો વેચાઈ જશે. જાહેરાતના ભાવ ઉપરાંત આઈપીએલની વ્યૂઅરશિપમાં પણ ઘટાડો નોંધાયો છે.

કઇ ટીમનો કેવો દેખાવ
ટીમ
મેચ
જીત
હાર
ટાઇ/રદ
ચેન્નાઇ
૬૨
૩૭
૨૪
૧/૦
ડેક્કન
૬૦
૨૫
૩૫
૦/૦
દિલ્હી
૫૭
૨૮
૨૮
૦/૧
પંજાબ
૫૭
૨૭
૨૯
૧/૦
કોલકાતા
૫૫
૨૪
૩૦
૧/૦
મુંબઇ
૫૯
૩૩
૨૬
૦/૦
પૂણે
૧૪
૦/૧
રાજસ્થાન
૫૬
૩૦
૨૫
૧/૦
બેંગલોર
૬૨
૩૧
૩૧
૦/૦
 
સૌથી સફળ બેટ્સમેન
બેટ્સમેન
મેચ
રન
એવરેજ
શ્રેષ્ઠ
રૈના
૬૨
૧૮૧૩
૩૬.૨૬
૯૮
તેંડુલકર
૫૧
૧૭૨૩
૪૦.૦૬
૧૦૦*
ગિલક્રિસ્ટ
૬૦
૧૬૦૩
૨૭.૧૬
૧૦૯*
કાલિસ
૫૭
૧૫૫૬
૩૨.૪૧
૮૯*
રોહિત શર્મા
૬૧
૧૫૪૨
૩૧.૪૬
૮૭
 
સૌથી સફળ બોલર
બોલર
મેચ
વિકેટ
એવરેજ
શ્રેષ્ઠ
આરપી સિંહ
૫૬
૬૪
૨૪.૫૯
૨૨/૪
મલિંગા
૪૨
૬૧
૧૬.૯૦
૧૩/૫
એ.મિશ્રા
૪૫
૬૧
૧૮.૯૦
૧૭/૫
ઓઝા
૫૪
૬૦
૨૨.૧૩
૨૧/૩
ઇરફાન
૫૬
૫૮
૨૬.૦૩
૨૪/૩
 
સૌથી વધુ સિક્સ
બેટ્સમેન
ઇનિંગ્સ
ગિલક્રિસ્ટ
૬૦
૮૨
૧૭૭
રૈના
૬૦
૭૮
૧૫૩
યુસુફ
૫૩
૭૪
૧૧૩
ગેઇલ
૨૮
૭૦
૧૦૧
યુવરાજ
૫૫
૬૭
૯૩
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com