Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 07:32:42 AM IST
 

બહુચર્ચીત ‘એક્ઝોન વેલ્ઝ’ જહાજ વિરૂધ્ધ મોરચો

Apr 04, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 323
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.૩

અલંગ-સોસીયા શિપ રિસાયકલીંગ યાર્ડમાં વર્ષાન્તે ભંગાણા ૩૦૦થી વધુ દુનિયાભરના જહાજો પૈકીના કેટલાક જહાજ વાદ-વિવાદોને કારણે જગજાહેર બની ચુકેલા હોય છે. આવા જ કિસ્સામાં ત્રેવીશ વર્ષ પહેલા એક્ઝોન વેલ્ઝ’ જહાજ અલાસ્કા નજીક દરિયાઈ અકસ્માતને કારણે હજારો ટન ઓઈલ દરિયામાં વહિ જવાને કારણે શિપીંગ ઈતિહાસનું કુખ્યાત જહાજ તરીકે પંકાયુ હતું. જો કે તાજેતરમાં ‘એક્ઝોન વેલ્ઝ’ને અલંગના ઉદ્યોગપતિએ ખરીદ્યા બાદ અલંગ ભંગાણાર્થે આવતા પૂર્વે પર્યાવરણવાદી સંસ્થાઓએ કરેલા વિરોધ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆતો થતા ચકચાર મચી જવા પામી છે.

  • પર્યાવરણવાદી સંસ્થાએ વડાપ્રધાન સહિતનાને વાકેફ કર્યા
  • ગલ્ફ જસ’ બાદ ‘એકઝોન વેલ્ઝ’નો વિવાદ ચરમસીમાએ

એક્ઝોન વેલ્ઝ’ જહાજ અલંગ ભંગાણાર્થે આવતા ર્પૂ્વે વિદેશના શિપીંગ ટ્રેડના મેંગેઝીને એક્ઝોન વેલ્ઝ’ સ્ક્રેપ્ડ’ના લેખમાં કરેલા ઘટસ્ફોટમાં ઓક્ટોમ્બર-૧૯૮૬માં નિર્મિત વીએલસીસી ઓઈલ ટેન્કર એક્ઝોન વેલ્ઝભારતના ઉદ્યોગપતિએ ખરીદ્યયું છે તેમ જણાવેલ. વધુમાં ઉમેર્યું હતું કે ‘એક્ઝોન વેલ્ઝ’ જહાજ ર૪મી માર્ચ-૧૯૮૯માં મધરાતે અલાસ્કા નજીક દરિયાઈ ચટ્ટાન સાથે ટકરાવાથી ગંભીર અકસ્માત સર્જાતા દરિયામાં ૩૭ હજાર ટન ઓઈલ દરિયામાં વહી જતા પ્રદુષણનો ખતરો ઉભો થતા કુખ્યાત જહાજ તરીકે જાણીતું બન્યું હતું. જેના દુર્ઘટનાના ત્રેવીશ વર્ષ બાદ અલંગ ભંગાણાર્થે આવી રહ્યુ છે ત્યારે ભારતમાં પણ વિરોધ યથાવત રહ્યો છે.

બહુચર્ચીત ‘એક્ઝોન વેલ્ઝ’ જહાજ અલંગ ભંગાણાર્થે આવતા પૂર્વે ભારતીય જળસીમામાં પ્રવેશતા અટકાવવા દિલ્હીની પર્યાવરણવાદી સંસ્થા ટોક્સીક વોચ એલીયાન્સ (ડી.ડબ્લ્યુ.એ.) દ્વારા ‘એક્ઝોન વેલ્ઝ’ જહાજના મામલે વડાપ્રધાન મનનોહનસિંઘ, ઈકોનોમી કમિટી મેમ્બર જયરામ રમેશ, વન અને પર્યાવરણ મંત્રાલય, સ્ટીલ મંત્રાલય, કોમર્સ એન્ડ ઈન્ડરસ્ટ્રીઝ મંત્રાલય, પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી ઓન ટ્રાન્સપોર્ટ સાયન્સ અને ટેકનોલોજી સહિત સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયાના લોયરને લેખતીમાં રજુઆત વિવિધ વાંધાઓ રજુ કરી ઉગ્ર વિરોધ કરતા હવે શું થશે ? તેને લઈને ભાવનગરના શિપ બ્રેકીંગ ટ્રેડમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com