Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 12:14:09 AM IST
 

બાયર-સેલર મીટમાં ૩૦૦ કરોડનું ડાયમંડ ટ્રેડિંગ

Apr 04, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 422
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા.૩

જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા પોલિશ્ડ ડાયમંડના એકસપોર્ટ પ્રમોશન માટે સૌ પ્રથમ વખત ઇન્ડો-રશિયા ડાયમંડ બાયર્સ- સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા બે દિવસના સેશન દરમિયાન રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું ડાયમંડ ટ્રેડિંગ થવાનો અંદાજ મૂંકવામાં આવી રહ્યો છે.

જીજેઇપીસી દ્વારા સોમવારના રોજ ખૂલ્લી મૂંકવામાં આવેલી ઇન્ડો- રશિયન બાયર- સેલર મીટમાં મંગળવારથી ડાયમંડ ટ્રેડિંગ સેશનનો આરંભ થયો છે. હોટલ તાજ ગેટ- વે ઇન ખાતે ૩૬ રૂમ બુક કરાવી તેમાં ડાયમંડ ટ્રેડિંગ શરૂ કરવામા આવ્યું છે. આ બાયર સેલર મીટમાં રશિયાની ટોચની ૮ જેમ- જેવલરી કંપની સહિત કુલ ૧૮ કંપનીના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. જ્યારે, રશિયન ડાયમંડ બાયર્સ સમક્ષ પોલિશ્ડ ડાયમંડ રજૂ કરી બિઝનસ મેળવવા માટે શહેરની ૧૫ ડાયમંડ કંપનીઓએ ભાગ લીધો છે. જેઓ વચ્ચે હોટલ તાજ ગેટ વે ઇન ખાતે કરવામાં આવેલી વ્યવસ્થા હેઠળ મંગળવારે વન ટુ વન મીટ દ્વારા ડાયમંડ ટ્રેડિંગ કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે નક્કી થયેલા શિડયુલ મુજબ રશિયાની કંપનીઓને તેમની ડિમાન્ડને અનુરૂપ કંપનીઓ સાથે મુલાકાત ગોઠવવામાં આવી હતી. જેમાં રશિયન કંપનીઓ તથા શહેરના ડાયમંડ જૂથ વચ્ચે મહત્વની ડાયમંડ ટ્રેંડિગ ડિલ થઇ હતી. બુધવારે પણ આ પ્રકારે ડાયમંડ ટ્રેડિંગ આગળ ધપશે.

જીજેઇપીસી તથા હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળો મુજબ, આ બાયર સેલર મીટ થકી ભારતીય હીરા ઉદ્યોગને ખાસ કરીને સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સારો વેપાર મળશે. ઉપરાંત વિદેશના ડાયમંડ બાયર્સ સીધા ડાયમંડ કંપનીઓના સંપર્કમા આવશે. બે દિવસની આ બાયર સેલર મીટ દરમિયાન કુલ રૂપિયા ૩૦૦ કરોડથી વધુની કિંમતના ૩૦,૦૦૦ કેરેટથી વધુ ડાયમંડનો વેપાર થવાનો અંદાજ છે. બે દિવસ ચાલનારા ટ્રેડિંગ સેશન દરમિયાન સારો

વેપાર થવાનો અંદાજ માડવામાં આવી રહ્યો છે. જેના આધારે ખરૂ ચિત્ર સ્પષ્ટ થઇ શકશે.

બાયર-સેલર મીટમાં થયેલા ડાયમંડ ટ્રેડિંગ સેશન અંગે હકીકત મેળવવા જીજેઇપીસીના સભ્યો, ઓફિસર્સ તથા વિવિધ ડાયમંડ કંપનીઓનો સંપર્ક કરવામા આવ્યો હતો. પરંતુ, હાલના તબક્કે ર્ટેિડંગ અંગની માહિતી આપવા અસમર્થતા દર્શાવી હતી. જો કે, તેમણે આ ઇવેન્ટથી ભારતીય હીરાઉદ્યોગ માટે સારા ડાયમંડ ટ્રેંડિંગની આશા વ્યકત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવાર અને બુધવારના રોજ ડાયમંડ ટ્રેડિંગની સમાંતર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. મંગળવારના રોજ સાંજે રાજસ્થાની લોકનૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યંુ હતુ. જેમા રશિયાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બે દિવસના ટ્રેડિંગ સેશન બાદ ગુરૂવારના રોજ વિવિધ ડાયમંડ ફેકટરીઓની વિઝિટનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ જયપુરની કલર જેમસ્ટોન ઇન્ડસ્ટ્રીની મુલાકાત માટે રવાના થશે.

પ્રથમ દિવસે શહેરના

૧૫ ડાયમંડ જૂથો અને રશિયન કંપનીઓ વચ્ચે મહત્ત્વની ડિલ થઈ

ગુરુવારે રશિયન પ્રતિનિધિઓ ડાયમંડ ફેક્ટરીઓની વિઝિટ કરશે

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com