સુરત,તા. ૩
સુરત શહેર સહિત આજે દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એકાએક પલટો આવ્યો હતો. જેમાં સુરતમાં દરિયાપારના પવનો શરૂ થવાની સાથે આજે ગરમીનો પારો એકાએક પાંચ ડિગ્રી નીચે એવી જતાં લોકોએ રાહત અનુભવી હતી. સુરતમાં આજે તાપમાન મહત્તમ ૩૪.૮ અને ન્યૂનતમ ૨૬.૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જ્યારે નવસારીમાં પારો ઘટીને ૩૬ ડિગ્રીએ પહોંચતાં લોકોએ બે દિવસથી ચાલતી કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી હતી.
શહેરમાં આજે ભેજનું પ્રમાણ વધીને ૫૨ ટકાએ પહોંચ્યંુ હતું તેમજ હવાનું દબાણ
૧૦૧૧.૩ મિલિબાર અને પવન દક્ષિણ પશ્ચિમનો પ્રતિ કલાક આઠ કિલોમીટરની ઝડપનો રહ્યો હતો. વાસ્તવમાં ગઈ કાલ રાત્રિથી જ દરિયાપારના ઠંડા પવનો શરૂ થવાને કારણે ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી જે આજે પણ દિવસભર ચાલુ રહેતાં લોકોએ આકરી ગરમીમાં રાહત મેળવી હતી.