વડોદરા :
શહેરના માંજલપુર રિલાયન્સ સર્કલ પાસે ગઈકાલે રાતે થયેલા ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા વિદ્યાર્થીનું આઠ જેટલા માથાભારે તત્વોએ સ્કૂટી પર અપહરણ કર્યું હતું. મકરપુરા બરોડા ડેરીના ઓફિસર્સ ક્વાર્ટસમાં રહેતો કેતુલ દિલીપભાઈ પ્રજાપતિ મુવાલની એમ.સી.પટેલ કોમર્સ કોલેજમાં એસ.વાય. બી.કોમ.માં અભ્યાસ કરે છે. ગઈકાલે રાતે મિત્ર સાથે માંજલપુર રિલાયન્સ સર્કલ પાસે નાસ્તો કરવા ગયો હતો. દરમિયાન સાડા નવ વાગે દુકાન પાસે કેટલાક યુવકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. તેથી યુવકોની છોડાવવા દુકાનવાળાની સાથે કેતુલ પણ વચ્ચે પડયો હતો.
ત્યારબાદ મારામારી કરનાર યુવકો જતાં રહ્યા હતા. દરમિયાન થોડીવાર પછી સુધીર નામનો શખ્સ ૯ જેટલા હુમલાખોરો સાથે ધસી આવ્યો હતો. આ હુમલાખોરોએ કેતુલને સામાવાળાનો માણસ સમજી તેને માર માર્યા હતો. તે પછી તેનું સ્કૂટી પર અપહરણ કરી આનંદબાગ તરફ લઈ ગયા હતા. પરંતુ કેતુલે રસ્તામાં બૂમાબૂમ કરી મૂકતા અપહરણકર્તાઓએ ગભરાઈને તેને ઉતારી દીધો હતો. ત્યારબાદ તેના ગળાના ભાગે કોઈ હથિયાર જેવી વસ્તુ મૂકીને ધમકી આપી હતી. કેતુલે માંજલપુર પોલીસ મથકે સુધીર (રહે, જીવન પ્રકાશ સ્કૂલ પાસે, તરસાલી) સહિત ૭ હુમલાખોરો વિરુધ્ધ ફરિયાદ કરી હતી.
તા પોલીસે ગુનો દાખલ કર્યા હતો.