Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 11:48:01 PM IST
 

વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટે ૪૦ પૈસાનો તોળાતો વધારો

Apr 04, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 394
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૩

સીએનજી ગેસના ભાવમાં તોતિંગ વધારો, ર્સિવસ ટેક્સ અને એકસાઇઝ ટેક્સના દરોમાં બે ટકાના વધારાના પગલે એક તરફ વિવિધ ચીજ વસ્તુઓ અને સેવાઓ મોંઘી બની રહી છે ત્યારે હવે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા રાજ્યમાં વીજળીની ફ્યુઅલ કોસ્ટમાં પ્રતિ યુનિટ ઓછામાં ઓછો ૪૦ પૈસા જેટલો વધારો ઝીંકવાની તૈયારીઓ થઇ ગઇ છે.જો આ ફ્યુઅલ કોસ્ટને ગુજરાત ઉર્જા નિયમન પંચ (જર્ક ) દ્વારા મંજૂરી આપવામાં આવે તો ફ્યુઅલ કોસ્ટ પ્રતિ યુનિટના રૂ.૧.૫૭ થી વધીને રૂ.૧.૯૭ પૈસા થઇ જવાની સંભાવના છે.

  • ફયુઅલ કોસ્ટમાં ગત ફેબ્રુઆરીમાં ૪૮ પૈસાનો વધારો કરાયો હતો

જીયુવીએનએલના સૂત્રોના જણાવ્યા મુજબ ગત નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક સમય ગાળા માટેની ફ્યુઅલ કોસ્ટમાં વધારો ૪૦ પૈસાની આસપાસ થવાની સંભાવના છે.જેનું કારણ રેલવે દ્વારા બજેટ પહેલા જ નૂરદરમાં કરાયેલો તોતિંગ વધારો છે.આ ઉપરાંત ગેસ વીજ મથકો માટે પૂરતા પ્રમાણમાં ગેસ ન મળતા આયાતી ગેસનો ઉપયોગ કરવો,કોલસાના દરમાં જાન્યુઆરીમાં કોલ ઇન્ડિયાએ કરેલા વધારાની પણ સીધી જ અસર હવે ફ્યુઅલ કોસ્ટ પર આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત ફ્બ્રુઆરીમાં જ જીયુવીએનએલે ફ્યુઅલ કોસ્ટમાં ૪૮ પૈસાનો વધારો કર્યો હતો. યુનિટ દીઠ રૂ.૧.૦૯ પૈસાથી વધીને સરચાર્જ રૂ.૧.૫૭ પૈસા થઇ ગયો હતો. આ વધારો ઝીંકી દેવાતા રાજ્યના ૧.૧૬ કરોડ વીજ ગ્રાહકો પર ત્રિમાસિક અંદાજે રૂ.૩૩૬ કરોડનો બોજો પડયો હતો. આ અગાઉ જાન્યુઆરીથી જ ત્રિમાસિક રૂ.૧૪૦ કરોડનો બોજો પણ વીજ કંપનીઓએ નાંખ્યો હતો.

નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ના બીજા ત્રિમાસિક સમયગાળાનો ફ્યુઅલ સરચાર્જના ૧૦ પૈસા એરિયર્સ અને ત્રીજા ત્રિમાસિક સમયગાળાના ૪૮ પૈસા મળીને કુલ રૂ.૧.૫૭ ફ્યુઅલ સરચાર્જ થયો હતો.

હવે નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક સમયગાળાનો ફ્યુઅલ સરચાર્જ ચૂકવવા માટે ગ્રાહકોએ તૈયાર રહેવુ પડશે. ઉલ્લેખનીય છે કે,ચાર વીજ વિતરણ કંપનીઓ દ્વારા વાર્ષિક મહેસૂલી જરૂરીયાત રજૂ કરીને વીજળીના દરોમાં વધારા માટે માંગણી કરી છે,એક અંદાજ મુજબ જુન માસની આસપાસ નવા વીજ દરોને જર્ક મંજૂરી આપશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com