લંડન, તા. ૩
મૃત્યુના જોખમમાં ૩૬ ટકાનો વધારો થાય છે
પેરાસિટામોલ પણ નુકસાનકારક બની શકે છે
નોકરી કે વ્યવસાયમાં કામકાજનાં વધુ કલાકો,
ટૂંકા સમયમાં વધુ કામનો બોજ ઉઠાવવો, સગાસંબંધીઓ સાથેના કડવાશભર્યા સંબંધો, નાણાકીય ભીડ જેવી સમસ્યાઓ વ્યક્તિની ઊંઘ હરામ કરી મૂકે છે. આવા કારણોને લીધે જ્યારે પૂરતી ઊંઘ ન આવે ત્યારે અનિદ્રાનો ભોગ બનેલી વ્યક્તિ સરખી ઊંઘ લેવા ઊંઘની ગોળીઓનો સહારો લે છે. પણ આવી ગોળીઓ તેમનાં માટે જીવલેણ પુરવાર થઈ શકે છે.
એક અભ્યાસ મુજબ ઊંઘની ગોળીઓ લેનારાઓ માટે મૃત્યુના જોખમમાં ૩૬ ટકાનો વધારો થાય છે. ઊંઘની ગોળીઓની જેમ સામાન્ય દર્દ દૂર કરવા માટે લેવામાં આવતી પેરાસિટામોલ પણ નુકસાનકારક પુરવાર થઈ શકે છે.
સંશોધકોના જણાવ્યા મુજબ ઊંઘવાની ગોળીઓમાં સેડેટીવ્ઝ અને હિપ્નોેટાઈઝ કરવાની દવાઓ આવે છે જેને મેડિકલ ભાષામાં ઓપિયમ, બેન્ઝોડાઈઝેપામ અને ર્બાિબટયૂરેટ તરીકે ઓળખવામાં આવે છે. આ દવાઓ સેન્ટ્રલ નર્વ સિસ્ટમને નુકસાન પહોંચાડનારી છે. ઈન્સોમનિયા નામના રોગની સારવાર માટે આવી દવાઓ સામાન્ય રીતે આપવામાં આવે છે. આ દવા લેવાથી વ્યક્તિનો ઉશ્કેરાટ, ગભરાટ, દુખાવો, ડિપ્રેશન જેવી અસરો દૂર કરી શકાય છે. પણ આ દવાઓનું નિયમિત સેવન તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જે લાંબા ગાળે જીવલેણ પુરવાર થઈ શકે છે.
વધુ પડતી ઊંઘની ગોળીઓથી વ્યક્તિમાં આળસ આવે છે, બેચેની રહ્યા કરે છે, નવું શીખવાની ધગશ ઘટે છે, માથાનો દુખાવો રહ્યા કરે છે, ખરાબ સપનાઓ આવે છે. ડિપ્રેશનની અસર થાય છે, પાચનશક્તિ મંદ પડે છે, ટૂંકાગાળા માટે યાદશક્તિમાં ઘટાડો થાય છે. પેરાસોમિના નામનો રોગ થાય છે જેમાં કોઈપણ કાર્ય પર વ્યક્તિનો અંકુશ રહેતો નથી. વ્યક્તિ ઊંઘમાં ચાલવા લાગે છે. આથી ઊંઘની ગોળીઓ ડોકટરને કન્સલ્ટ કર્યા વિના લેવાનું જોખમી અને હાનિકારક છે.
લોકો માથાનો દુખાવો, શરીરનો દુખાવો, શરદી, તાવ, ગળાની તકલીફ દૂર કરવા માટે વારંવાર પેરાસિટામોલ જેવી દવાઓ લે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પેરાસિટામોલનો ડોઝ દરરોજ જો ૩ ગ્રામથી વધે તો તે નુકસાન કરે છે. જો તેનો ડોઝ ૭ ગ્રામથી વધે તો તે જોખમી બની શકે છે. ૨૪ કલાકમાં જો ૧૦થી ૧૪ પેરાસિટામોલ લેવામાં આવે તો તે જીવલેણ બની શકે છે.