અમદાવાદ :
ઓઢવની નવરંગ અને બાપુનગરની સિલ્વર બેલ્સ શાળામાં ચાલતી અનેક ગેરરીતિઓ મુદ્દે શિક્ષણ વિભાગ સુધી ફરિયાદો થઇ હતી. બોર્ડે આ બંને શાળાની માન્યતા રદ કરવાને બદલે લીગલ અભિપ્રાય માંગતા તર્ક વિતર્ક ઊભા થયા છે. બોગસ એલ.સી.કાંડ અને ભૂતિયા વિદ્યાર્થીઓના મુદ્દે આઠ વર્ષથી ઓઢવની નવરંગ શાળાની તપાસ ચાલી રહી છે. બાપુનગરની સિલ્વર બેલ્સ શાળાની છેલ્લા કેટલાક વર્ષોથી તપાસ ચાલી રહી છે. જે સંલગ્ન બોર્ડે પણ અનેક નોટીસો ફરકારી છે અને જથ્થાબંધ પુરાવા હોવા છતાં આ તપાસ ઝડપથી પૂર્ણ કરવાને બદલે બોર્ડે લીગલ અભિપ્રાય મંગાવતા કાર્યવાહીમાં વિલંબ કરી સંચાલકોને છાવરવા બોર્ડના સત્તાધીશો પ્રયાસશીલ હોવાની ચર્ચા છે. એટલું જ નહીં બંને શાળાઓની માન્યતા રદ નહીં કરી તેમાં ભીનું સંકેલવા માટે રાજકીય દબાણ હોવાનું પણ જાણવા મળ્યુ છે.