Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 09:22:13 AM IST
 

ક્લિપિંગકાંડની તપાસ કરવાની મેં ના પાડી જ નથી : દોલતભાઈ

Apr 04, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1137
Rate: 3.0
Rating:
Bookmark The Article

વલસાડ, તા.૩

વિધાનસભા ગૃહમાં ચાલુ સત્ર દરમિયાન આઇપેડ ખોલીને અભદ્ર કહી શકાય તેવી ક્લિપિંગ્સ જોતા કથિત રીતે પકડાયેલા ભાજપના બે ધારાસભ્યો વિરૂધ્ધ તપાસ થશે જ તેમ વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષ દોલતભાઇ દેસાઇએ આજરોજ પત્રકારોને જણાવ્યું હતું. અખબારી અહેવાલને ટાંકીને તેમણે ભારે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું કે, મારા મોંમાં એ શબ્દો મૂકી દેવાયા છે જે મેં ઉચ્ચાર્યા જ નથી.

  • કોંગ્રેસ જુઠ્ઠાણાંઓ ફેલાવા ટેવાયેલી છેઃ વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષનો બળાપો

ભાજપના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી અને જેઠાભાઇ ભરવાડ ગત તા. ૨૦-૩-૧૨ ના રોજ વિધાનસભા ગૃહમાં ચાલુ સત્ર દરમ્યાન આઇપેડમાં કથિત રીતે અભદ્ર તસ્વીરો જોતાં મીડિયાની નજરે ઝડપાઇ જતાં કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યા બાદ સ્પીકરે વિશેષાધિકાર સમિતિને તપાસ સોંપવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ સમિતિને તપાસ સોંપાય તે પહેલાં જ શંકરભાઇ ચૌધરીએ સામે ચાલીને આઇપેડની તપાસ એફ.એસ.એલ. દ્વારા કરાવવાની માંગણી કરી દીધી હતી. એફ.એસ.એલ. દ્વારા કરાયેલી તપાસમાં શંકર ચૌધરી અને જેઠા ભરવાડને ક્લીનચીટ આપી દેવાયા બાદ અધ્યક્ષ પાસેથી અભદ્ર તસ્વીરની નિહાળવાની ઘટનાની તપાસની ફાઇલ સ્વીકારવાની વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષ દોલતભાઇ દેસાઇએ ના પાડી દીધી હોવાના આજરોજ પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલને પગલે દોલતભાઇ દેસાઇએ આજરોજ પત્રકારો સાથેની વાતચીતમાં એ અહેવાલોને સોંય ઝાટકીને નકારી કાઢયા હતા.

દોલતભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમણે આવું કોઇ નિવેદન આપ્યું નથી. તેમણે ક્યારેય એવું જણાવ્યું નથી કે, આઇપેડની ઘટનાની તપાસની ફાઇલ સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો છે. દોલતભાઇ દેસાઇએ ભારે રોષ સાથે જણાવ્યું કે, એ અહેવાલો નર્યું જુઠ્ઠાણું છે. તેમણે જણાવ્યું કે, ક્લિપિંગ્સ કૌંભાડની તપાસ થશે જ. પરંતુ વિધાનસભાના અધ્યક્ષે હજી તો તા. ૩૦મી માર્ચે તેમને નિમણૂંક આપી છે. અને તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે. કમિટીની પહેલી મિટીંગ મળશે અને ત્યારબાદ તપાસ ધરાર કરાશે જ તેવો સંકેત પણ તેમણે આપી દીધો હતો. ધારાસભ્યએ પોતાના લેખિત ખુલાસામાં કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ગુજરાતની કોંગ્રેસ જુઠ્ઠાણાઓ ફેલાવવા ટેવાયેલી છે અને જુઠ્ઠાણાઓ દ્વારા કાગનો વાઘ કરે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com