અમદાવાદ,તા.૩
નાના વેપારીઓ અને પગારદાર કરદાતાઓ કે જેમની આવક દસ લાખ કે તેનાથી વધારે છે તેમના નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩થી ઇ-ફાઇલિંગ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. સીબીડીટીએ તેની નવી ગાઇડ લાઇન બહાર પાડી છે તેમાં જણાવ્યું છે કે,જે કરદાતાની આવક દસ લાખ કે તેનાથી વધારે છે અથવા તો તેને વ્યાજ,કમિશન અને શેરબજારની મળીને દસ કે તેનાથી વધુ આવક થાય તો ઓનલાઇન ફાઇલિંગ કરવું પડશે.
- વેપારીનું વિદેશમાં એકાઉન્ટ, ભાગીદારી હોય તો ઇ-ફાઇલિંગ કરવું ફરજિયાત
જે કરદાતાની વિદેશમાં સંપત્તિ હોય અથવા તો વ્યક્તિગત કરદાતાઓની વિદેશમાં સંપત્તિ હશે તેમણે
ઇન્મટેક્સનું સરળ ફોર્મ ભરવાના બદલે આઇટીઆર-૨ ફાઇલ કરવાનું છે.નાના વેપારીઓ કે જેમની આવક એક કરોડથી ઓછી છે અને ઓડિટ ફરજિયાત નથી તેમની વિદેશમાં મિલકત હોય અથવા તો વિદેશી બેંકમાં ખાતું હોય તેમણે ઇ ફાઇલિંગ કરાવાનું છે અને ઇન્કમટેકસનું આઇટીઆર-૪ ચાલુ નાણાકીય વર્ષથી ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.પહેલા ઓડિટ ફરજિયાત હોય તેવા કરદાતાઓને ઇ-ફાઇલિંગ ફરજિયાત હતું હવે નાના કરદાતાઓની સાથે પગારદાર કરદાતાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. જો કે ઇ- ફાઇલિંગમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે.ફરજિયાત નહીં હોવા છતાં કરદાતાઓ ઓન લાઇન ફાઇલ કરી રહ્યા છે. વ્યક્તિગત કરદાતાની ઇન્કમ ભલે એક લાખ હોય પરંતુ વિદેશમાં ધંધાની ભાગીદારી હોય અને બેંકમાં એકાઉન્ટ રાખવામાં આવ્યું હોય તેની આવક શોધી કાઢવા માટે નવા નિયમો ઘડાયા છે.
કોના માટે ઈ-ફાઈલિંગ ફરજિયાત કરવામાં આવ્યું
૧. દસ લાખ કે તેનાથી વધુની આવક હોય.
૨. વિદેશમાં મિલકત હોય.
૩. વિદેશમાં ભાગીદારીમાં ધંધો હોય અથવા બેંકમાં એકાઉન્ટ હોય.
૪. ઓડિટ ફરજિયાત નથી તેવા નાના વેપારીઓ.
૫. વ્યાજ,કમિશન અને શેરબજારની આવક સાથે દસ લાખની આવક હોય.