નવી દિલ્હી 04, એપ્રિલ
અંગ્રેજી અખબારમાં ખુલાસા અનુસાર 16 જાન્યુઆરીની રાત્રે સેનાની બે ટુકડીઓ દિલ્હીની તરફ આગળ વધી હતી. અખબારમાં છપાયેલા એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતીય સેનાની બે ટુકડીઓ 16 જાન્યુઆરી, 2012ની રાત્રે દિલ્હી તરફ આગળ વધી રહી છે. લડાયક વાહનોથી લદાયેલી સેનાની ટુકડી હિસારથી દિલ્હી તરફથી આવી હતી અને નજફગઢમાં રોકાણ કર્યું હતું.
બીજી તરફ આગ્રાની 50 પેરા બ્રિગેડની પાલમ સુધી આવી હતી. દિલ્હીની સીમામાં પ્રવેશ મેળવવા માટે પહેલેથી આ બંને ટુકડીઓના આગમનની ખબર લાગી હતી અને તેઓને પહેલેથી જ રોકી દેવાનો આદેશ જાહેર કર્યો હતો. એટલું જ નહીં બંને ટુકડીઓને પરત ફરવાના પણ આદેશ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીને જ ઉંમર વિવાદને લઇને સેનાધ્યક્ષ જનરલ વીકે સિંહને કોર્ટમાં લઇ ગયા હતા.
રૂટિન અભ્યાસ
ડિફેન્સ સેક્રેટરીના જણાવ્યા અનુસાર આ એક રૂટિન અભ્યાસ છે. સેના એ વાતનું ધ્યાન રાખી રહી હતી કે ધુમ્મસના સમયે તેમની જંગની તૈયારીઓ કેવી છે.
આ બંને ઘટનાઓને જોડીને જોવાનું કદાચ યોગ્ય નથી પરંતુ અખબારે જે સવાલો ઉઠાવ્યા છે તે ધ્યાન આપવા લાયક છે. અખબારના જણાવ્યા અનુસાર રાત્રે સેનાની બે ટુકડીઓ દિલ્હીની એટલી નજીક આવી ગઇ અને રક્ષા મંત્રાલય અને ભારતીય વાયુસેનાને તેની જાણકારી નહતી. જો કે તે સમયે આર્મી ચીફ જનરલ વીકે સિંહ અને સરકારની વચ્ચે તણાવ એટલા વધી ગયા હતા કે ભારતમાં પણ પાકિસ્તાન જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ શકતી હતી.
અખબારના રિપોર્ટ અનુસાર, 16 જાન્યુઆરીની રાત્રે કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓએ સરકારને જણાવ્યું કે હિસાર સ્થિત પાયદળ સેનાની મહત્વની યુનિટ ટેન્કોની સાથે દિલ્હી તરફ આગળ વધી રહી છે. સરકારને આ વાત પર ભરોસો ન હતો, પરંતુ ઇ.સ 1984 બાદ લાગુ કરવામાં આવેલા દિશા નિર્દેશ અનુસાર લુક આઉટ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.
ઓપરેશન બ્લુસ્ટાર બાદ પણ કેટલાંક શીખ સૈનિકોના બળવાના વલણ જોતા દિલ્હી તરફ આગેકૂચ કરી દીધી હતી. લુકઆઉટમાં ગુપ્તચર એજન્સઓના રિપોર્ટની પુષ્ટી થઇ ગઇ હતી. તેના આગળના દિવસે આગ્રામાંથી પણ સેનાની ટુકડી દિલ્હી તરફ આગળ વધી રહી હોવાના સમાચાર મળ્યા હતા.
બંને જગ્યાઓથી સેનાની રાજધાની તરફ આગેકૂચની ખબરથી સરકાર મુશ્કેલીમાં આવી ગઇ છે અને પોલીસને હાઇવે પર તમામ ગાડીઓ ચેક કરવાના આદેશ આપ્યા હતા. તેનું મુખ્ય કારણ દિલ્હી તરફ આગળ વધી રહેલા ટ્રાફિકને સ્લો કરવાનું હતું જેથી સરકારને વધારે સમય મળી શકે.
ડિફેન્સ સેક્રેટરી શશિકાંત શર્માને મલેશિયાની મુલાકાતથી તરત જ ભારત બોલાવવામાં આવ્યા હતા. સરકાર સાથે વાતચીત બાદ મોડી રાત્રે તે પોતાની ઓફિસ પહોંચ્યા અને મિલિટ્રી ઓપરેશનના ડાયરેક્ટર જનરલ લેફ્ટેનેન્ટ જનરલ એ કે ચૌધરી સાથે મુલાકાત કરી હતી. લેફ્ટિનેન્ટ જનરલ એ કે ચૌધરીએ તેને રૂટિન અભ્યાસ ગણાવ્યો હતો. તેઓએ કહ્યું કે સેના ધુમ્મસમાં મુવમેન્ટનો અભ્યાસ કરી રહી હતી.